Smart City : સુરતને સ્માર્ટ સીટી બનાવવા 2953 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરાશે

|

Feb 18, 2022 | 8:38 AM

સ્માર્ટસીટી અતર્ગત એરીયા ડેવલપમેન્ટ , ઇકોનોમિક ડેવલપમેન્ટ , રીનવેબલ એનર્જી , એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ , હેરીટેજ રીસ્ટોરેશન અને એફોર્ડેબલ હાઉસીગ સહીતની કામગીરી કરવાની હોય છે . વધુમાં તેમણે કહ્યું હતું કે , સ્માર્ટસીટીમાં કુલ 2953.39 કરોડના ખર્ચે 81 પ્રોજેકટ સાકાર કરવાનું આયોજન છે .

Smart City : સુરતને સ્માર્ટ સીટી બનાવવા 2953 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરાશે
To make Surat a smart city, 81 projects will be realized at a cost of 2953 crore(File Image )

Follow us on

સુરત(Surat ) મહાનગર પાલિકાના વર્ષ 2022-23 ના રૂપિયા 7287 કરોડના બજેટ(Budget )  સામાન્ય સભામાં સર્વાનુમત્તે મંજુર કરાયું હતું . બજેટની સામાન્ય સભામાં સ્માર્ટ સીટી(Smart City ) પર ભાર મુકતા સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે , 25 જુન 2015 ના રોજ સ્માર્ટસીટી યોજનાની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા ક૨વામાં આવી હતી . જેમાં સુરત શહેર સહીત કુલ 100 શહેરોની પંસદગી સ્માર્ટસીટી અન્વયે કરવામાં આવી હતી .

છેલ્લા ત્રણ વર્ષથી સુરત શહેરને સ્માર્ટસીટીમાં પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થઇ રહ્યો છે . સ્માર્ટસીટી અતર્ગત એરીયા ડેવલપમેન્ટ , ઇકોનોમિક ડેવલપમેન્ટ , રીનવેબલ એનર્જી , એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ , હેરીટેજ રીસ્ટોરેશન અને એફોર્ડેબલ હાઉસીગ સહીતની કામગીરી કરવાની હોય છે . વધુમાં તેમણે કહ્યું હતું કે , સ્માર્ટસીટીમાં કુલ 2953.39 કરોડના ખર્ચે 81 પ્રોજેકટ સાકાર કરવાનું આયોજન છે .

જે અંતર્ગત સ્માર્ટ સીટી મિશન હેઠળ 1000 કરોડ , પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ 249.05 કરોડ , અટલ મિશન ફોર રીજુવનેશનલ એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અન્વયે 111.25 કરોડની  ગ્રાંટ મળવાની છે . જે પૈકી 500 કરોડની કેન્દ્રની સહાય પૈકી આજદીન સુધી 490 કરોડ મનપાને ફાળવવામાં આવ્યા છે . ગુજરાત સરકારે ફાળવેલા 250 કરોડની સહાયની જાહેરાત કરી હતી . જે પૈકી 242.50 કરોડ રૂપિયા મનપાને પ્રાપ્ત થઇ ગયા છે , જેમાથી 212.05 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે .

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મનપાની વિવિધ સિધ્ધીઓ અંગે એરિયા ડેવલપમેન્ટ , ઇકોનોમિક ડેવલપમેન્ટ , રીન્યુએબલ એનર્જી પર્યાવરણ , હેરીટેજ , એફોર્ડેબલ હાઉસિંગ વગેરે પ્રોજેક્ટ હાથ ધરાશે. પલ્બીક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ 766.95 કરોડ , સ્વચ્છ ભારત મીશન હેઠળ 36.25 કરોડ , સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 361.27 કરોડ અને સુરત મનપા હેઠળ 428.08 કરોડનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે .

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે , સ્માર્ટસીટીને કુલ 1 હજાર કરોડની ગ્રાન્ટ મળવાની છે. તેમણે કહ્યું હતું કે , કલાઇમેન્ટ સ્માર્ટ સિટીઝ એસેટમેન્ટ ફ્રેમવર્ક 2.0 માં સુરત પ્રથમ નંબરે છે . ડેટા મુચયુરિટી અસેટમેન્ટ ફ્રેમવર્ક માં પણ સુરત પ્રથમ ક્રમે છે . સુરત મનપા દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અને સુવિધાઓનું મોનીટરીંગ એક જ સ્થળેથી થઇ શકે અને સેવાની ગુણવત્તામાં વધારો થાય તે હેતુસર કામગીરી થઇ રહી છે .

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના નવા 870 કેસ નોંધાયા, 13ના મોત

આ પણ વાંચો : રાજકોટ : માઉન્ટેડ પોલીસમાં બે દાયકાથી સાથે ફરજ બજાવતી અશ્વ જોડી લત્તા-માધવની પાંચ દિવસના અંતરમાં વિદાય

Next Article