હવે તો હદ થઈ ! સુરતની આ કોલેજના ટોયલેટમાં CCTV લગાવાતા વિવાદ, ABVP એ 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ

|

Oct 08, 2022 | 12:40 PM

ટોયલેટમાં (Toilet) પણ CCTV ગોઠવી શંકા ઉભી કરવાના પ્રયાસ સામે ABVPના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે, સાથે આવેદનપત્ર પાઠવી 48 કલાકમાં સીસીટીવી દૂર કરવા માંગ કરી છે.

હવે તો હદ થઈ ! સુરતની આ કોલેજના ટોયલેટમાં CCTV લગાવાતા વિવાદ, ABVP એ 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ
Row after CCTV's were installed in washrooms

Follow us on

Surat :  સુરતના વરાછા વિસ્તારમાં (Varacha area) આવેલ આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજમાં બોયઝના ટોયલેટમાં સીસીટીવી લગાવાતા વિરોધનો સૂર ઉઠ્યો છે. ટોયલેટમાં (Toilet) પણ CCTV ગોઠવી શંકા ઉભી કરવાના પ્રયાસ સામે ABVPના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.  આ માટે કોલેજના પ્રશાસનને આવેદનપત્ર પાઠવી 48 કલાકમાં સીસીટીવી દૂર કરવા ABVP એ માંગ કરી છે. આ સાથે ઉગ્ર આંદોલનની (Protest) ચીમકી પણ ઉચ્ચારી છે.

CCTV લગાવાતા કોલેજ વિવાદમાં

અત્યાર સુધી તમે જુદી- જુદી જગ્યાએ સીસીટીવી લાગેલા જોયા હશે, પરંતુ કોઈ પણ ટોયલેટમાં સીસીટીવી લગાવેલા જોયા છે ? જી હા અહીંની કોલેજમાં બોયઝના ટોયલેટમાં જ CCTV લગાવવામાં આવ્યા છે. જેને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પાંખ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતના વરાછા વિસ્તારના કાપોદ્રા ખાતે આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ (Atmanand Saraswati Science College) આવેલી છે. આ કોલેજમાં પ્રશાસને બોયઝ હોસ્ટેલના ટોયલેટમાં CCTV લગાવવામાં આવતા વિવાદોમાં સંપડાઈ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સ્કોલરશીપની રજૂઆત કરવા જતા CCTV નજરે પડ્યા

મળતી માહિતી મુજબ ABVPના કાર્યકરો કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ (Scholarship)  અટકી છે તે સમયસર નથી મળતી, તેની રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે ટોયલેટમાં લગાવેલા CCTV નજરે પડ્યા હતા. ટોયલેટમાં સીસીટીવી લગાવાની કોલેજની આ કામગીરીને ABVP એ સખત શબ્દોમાં વખોડી છે. સાથે આ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી હતી. હાલ ABVP દ્વારા CCTV તાત્કાલિક દૂર કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે, સાથે જ 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યુ છે.

Published On - 12:35 pm, Sat, 8 October 22

Next Article