Surat ના સચિન વિસ્તારમાં થયેલી લૂંટ વીથ મર્ડરની ઘટના CCTVમાં થઇ કેદ, એક મોબાઇલ માટે કરી નાખી હત્યા

સુરત (Surat) શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ લૂંટ કરવા આવેલા વ્યક્તિ સામે પ્રતિકાર કરતા એક કામદારની હત્યા કરી નાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરતના સચિન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટર નજીક આ બનાવ સામે આવ્યો છે.

Surat ના સચિન વિસ્તારમાં થયેલી લૂંટ વીથ મર્ડરની ઘટના CCTVમાં થઇ કેદ, એક મોબાઇલ માટે કરી નાખી હત્યા
| Edited By: | Updated on: Apr 12, 2023 | 1:32 PM

સુરત શહેરમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. મોબાઈલ લૂંટ કરવા આવેલા ત્રણ ઈસમોએ કામદારની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી છે. હત્યાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી ગઇ છે. બીજી તરફ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Breaking News : સાગર સુરક્ષા કવચ કવાયત વચ્ચે BSFને મળ્યા 10 ચરસના પેકેટ , પોલીસ વધુ તપાસ હાથ ધરશે

લૂંટારુઓનો પ્રતિકાર કરતા માર્યુ ચપ્પુ

સુરત શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ લૂંટ કરવા આવેલા વ્યક્તિ સામે પ્રતિકાર કરતા એક કામદારની હત્યા કરી નાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરતના સચિન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટર નજીક આ બનાવ સામે આવ્યો છે. સાડીના કારખાનામાં કામ કરતો સની ચૌહાણ નામનો યુવક રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ પસાર થઇ રહ્યો હતો, તે દરમિયાન ત્યાં બાઈક પર ત્રણ વ્યક્તિ આવ્યા હતા અને ત્રણ પૈકીના એક વ્યક્તિએ મોબાઈલ ઝૂટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સનીએ પ્રતિકાર કરતા તેને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી દેવાયા હતા.

ઘટના બાદ યુવક સનીનું મોત

આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ સની ત્યાં જ ઢળી પડ્યો હતો. જયારે બાઈક પર આવેલા ત્રણેય ઈસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા સનીનું મોત થયું છે. લૂંટ વિથ મર્ડરની આ ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

બાઇક પર આવ્યા હતા ત્રણ આરોપી

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સની નામનો યુવક આવી રહ્યો છે. એક વ્યક્તિ ખુરશી પર બેઠો છે, જે પછી બાઈક પર આવેલા ત્રણ ઈસમો તેના હાથમાંથી મોબાઈલ ઝૂટવાનો પ્રયાસ કર્યો છે અને યુવક પ્રતિકાર કરે છે. આ દરમિયાન ત્રણ પૈકીનો એક ઇસમ તેને ચપ્પુના ઘા મારે છે અને બાદમાં બાઈક પર બેસી ફરાર થઇ જાય છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં આવા મોબાઈલ સ્નેચરો બેફામ બન્યા છે અને મોબાઈલ સ્નેચિંગ કરી બાઈક પર ફરાર થઇ જાય છે, ત્યારે આવા મોબાઈલ સ્નેચરોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ હવે લોકોના મોબાઈલ ફોન લૂંટવાની સાથે હત્યાની ઘટનાને પણ અંજામ આપી રહ્યા છે. આ ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે હચમચાવી દેનારા છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…