Surat : સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો ફરી હડતાળ પર, પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ

|

Aug 04, 2021 | 3:17 PM

ડોક્ટરો દ્વારા વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં માગણી ન સ્વીકારાતા તેવો હડતાળ પર ઉતર્યા છે. તેમજ કહ્યું હતું કે જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું.

સુરતમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો(Doctors)  તેમની પડતર માગણી સાથે ફરી હડતાળ પર ઉતર્યા છે. જેમાં ડોક્ટરો દ્વારા વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં માગણી ન સ્વીકારાતા તેવો હડતાળ પર ઉતર્યા છે. આ અંગે ડોકટરોએ હોસ્પિટલ કેમ્પસમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. ઉલ્લેખનીય છે આ અગાઉ પણ રેસિડેન્ટ ડોકટરો પોતાની માંગણીઓને લઇને હડતાળ પણ ઉતર્યા હતા. તે સમયે તેમની માંગણીઓ પૂર્ણ કરાશે તેવી હૈયાધારણ આપવામાં આવી હતી. જો કે આ માંગણીઓ ના સંતોષાતા તેમણે ફરી એક વાર હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.

આ પણ વાંચો : શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં થશે આ દિગ્ગજ કલાકારની એન્ટ્રી, નામ જાણીને ચોક્કસ થિયેટર સુધી દોડી જશો

આ પણ વાંચો : Gujart માં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ શું મળશે લાભો, જાણો શું છે લક્ષ્યાંક

Published On - 3:16 pm, Wed, 4 August 21

Next Video