AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Monsoon News: સુરતના બારડોલી, કામરેજ,પલસાણા,મહુવા, માંગરોળમાં વરસાદ, ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઇ

સુરત જિલ્લામાં ચોમાસું સક્રિય થયું છે. શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ હતું. ત્યારે આજે વહેલી સવારથી જ સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

Surat Monsoon News: સુરતના બારડોલી, કામરેજ,પલસાણા,મહુવા, માંગરોળમાં વરસાદ, ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઇ
Surat Rain
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 26, 2023 | 12:59 PM
Share

Surat : સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત (Surat) શહેરમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. તો બીજી તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે.

સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાનું આગમન

સુરત જિલ્લામાં ચોમાસું સક્રિય થયું છે. શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ ગઈકાલ મોડી સાંજથી જ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદના કારણે સ્કુલ-કોલેજ જતા તેમજ નોકરી ધંધે જતા લોકોને રેઈનકોટ તેમજ છત્રી લઈને જવાની ફરજ પડી હતી. મોડી રાતથી જ શહેરમાં મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.

આ પણ વાંચો Surat : સ્મીમેર હોસ્પિટલમાંથી 4 વર્ષીય બાળકનું અપરહણ, પોલીસે દંપતીની ધરપકડ કરી, તપાસમાં થયો મોટો ખુલાસો

વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર

બીજી તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગત બપોરથી જ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ચોમાસું સક્રિય થયું હોય તેમ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા, માંગરોળ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે.

સુરત શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં કતારગામ, અડાજણ, પાલ, ભાગળ, પીપલોદ અને અમરોલીમાં પણ વરસાદ નોંધાયો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">