AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સ્મીમેર હોસ્પિટલમાંથી 4 વર્ષીય બાળકનું અપરહણ, પોલીસે દંપતીની ધરપકડ કરી, તપાસમાં થયો મોટો ખુલાસો

આ દરમ્યાન મહિલા પુણા બોમ્બે માર્કેડ રોડ રેણુકા ભવન બ્રીજ પાસે ઉતરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસની અલગ અલગ ટીમે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં મહિલા બાળકને લઈને આઈ માતા રોડ તરફ ચાલતી ચાલતી વિજય નગર સોસાયટી તરફ જતી દેખાઈ હતી

Surat : સ્મીમેર હોસ્પિટલમાંથી 4 વર્ષીય બાળકનું અપરહણ, પોલીસે દંપતીની ધરપકડ કરી, તપાસમાં થયો મોટો ખુલાસો
Surat Smimer Hospital
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 25, 2023 | 4:32 PM
Share

Surat: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં(Smimer Hospital) એક ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકનો(Child) જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર હતી. બીજી તરફ મહિલાનો અન્ય 4 વર્ષીય પુત્ર પરિવારજનો સાથે હોસ્પિટલ આવ્યો હતો આ દરમ્યાન આ 4  વર્ષીય પુત્રનું અજાણી મહિલા હોસ્પિટલમાંથી અપહરણ કરીને ફરાર થઇ ગયી હતી.

બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

એક તરફ પુત્રનો જન્મ અને બીજી તરફ બીજા પુત્રનું અપહરણ થઇ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવારે બનાવની જાણ પોલીસને કરતા વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી એક દંપતીની ધરપકડ કરી છે. લગ્નના ૨૦ વર્ષ બાદ દંપતીને સંતાન ન થતા બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલા ગર્ભવતી હોય પ્રસુતિની પીડા ઉપડતા સ્મીમેર હોસ્પિટલ ખાતે ગાયનોકોલોજી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી દરમ્યાન મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પરિવારમાં પુત્રનો જન્મ થતા ખુશીની લહેર જોવા મળી હતી.

આ દરમ્યાન મહિલાની ખબર અંતર પૂછવા અન્ય સબંધી સાથે મહિલાનો ૪ વર્ષીય પુત્ર પણ આવ્યો હતો આ દરમ્યાન સાંજના સમયે ૪ વર્ષીય પુત્ર વોર્ડ પાસે રમી રહ્યો હતો તે દરમ્યાન તે ગુમ થઇ ગયો હતો. પુત્ર ગુમ થતા પરિવારે ભારે શોધખોળ હાથ ધરી હતી તેમ છતાં તેનો કોઈ પતો ન લાગતા પરિવારે સિક્યુરીટીને જાણ કરીને ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા .

અજાણી મહિલા તેમના 4 વર્ષીય પુત્રને સાડીમાં ઢાંકીને હોસ્પિટલની બહાર લઇ જતી દેખાય

જેમાં એક અજાણી મહિલા તેમના 4 વર્ષીય પુત્રને સાડીમાં ઢાંકીને હોસ્પિટલની બહાર લઇ જતી દેખાય હતી અને બાદમાં હોસ્પિટલની બહાર રીક્ષામાં બેસીને ફરાર થઇ જતી દેખાય હતી. હોસ્પિટલમાંથી પુત્રનું અપહરણ થતા પરિવારે તાત્કાલિક બનાવની જાણ પોલીસને કરી હતી જેથી વરાછા પોલિસ અને ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ તપાસમાં જોડાયો હતો

મામલો ગંભીર હોય વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા મહિલા ૪ વર્ષીય બાળકને લઈને રીક્ષામાં બેસતી દેખાઈ હતી આ દરમ્યાન સીસીટીવી ફૂટેજ તપાસતા મહિલાએ આગળ જતા ઓટો રીક્ષા બદલી હતી જેથી પોલીસે તે રીક્ષાનો નબર પણ શોધી રીક્ષા ચાલકનો સંર્પક સાધ્યો હતો.

મહિલા બાળકને લઈને આઈ માતા રોડ તરફ જતી દેખાઈ

આ દરમ્યાન મહિલા પુણા બોમ્બે માર્કેડ રોડ રેણુકા ભવન બ્રીજ પાસે ઉતરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસની અલગ અલગ ટીમે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં મહિલા બાળકને લઈને આઈ માતા રોડ તરફ ચાલતી ચાલતી વિજય નગર સોસાયટી તરફ જતી દેખાઈ હતી અને તેનાથી આગળના સીસીટીવી ફૂટેજમાં મહિલાની કોઈ ભાળ નહી મળતા મહિલા બાળક સાથે આ જ વિસ્તારમાં હોવાની પોલીસને શંકા જાગી હતી

ઊંડાણ પૂર્વક તપાસ કરતા એક દંપતી પાસે બાળક હેમખેમ મળી આવ્યું

જેથી પોલીસની ટીમે આ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ઝીણવટભરી રીતે તપસ્યા હતા દરમ્યાન એક સીસીટીવી ફૂટેજમાં એક મકાનમાં મહિલા બાળકને લઈને જતી દેખાય હતી જેથી પોલીસની ટીમે આ મકાનમાં તપાસ કરતા અંદર બીજી ૧૫ જેટલી નાની નાની 10 બાય 10 ની ખોલીઓ હતી જેથી પોલીસે કુનેહપૂર્વક ત્યાં ઊંડાણ પૂર્વક તપાસ કરતા એક દંપતી પાસે બાળક હેમખેમ મળી આવ્યું હતું

આ ઘટનામાં પોલીસે આરોપી શંકરભાઈ ભવરલાલ પ્રજાપતિ [ઉ.૪૮] અને તેની પત્ની સીમાબેન [ઉ.૪૫] ની ધરપકડ કરીને કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેઓના લગ્નને વીસેક વર્ષ થયા હોવા છતાં તેઓને કોઈ સંતાન થયું ન હતું જેથી તેઓએ સ્મીમેર હોસ્પિટલ જઈને આ બાળકનું અપહરણ કરીને તેને ઉછેર કરવાના ઈરાદે પોતાની સાથે ઘરે લઇ આવ્યા હતા.

સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ગઇ હતી

આ ઉપરાંત પોલીસે તેઓના મોબાઈલ ફોન ચેક કરતા તેમાં બાળકના સ્વાગત કરતા ફોટો તેમજ કંકુ પગલા પાડલા ફોટો પણ મળી આવ્યા હતા અને બાળકના પગમાંથી કંકુના નિશાન પણ મળી આવ્યા હતા. વરાછા પોલીસ મથકના પીઆઈ એ.એન ગાબાણીએ જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં આરોપી મહિલાને પેટમાં કોઈ તકલીફ જણાતા તે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ગઇ હતી. દરમ્યાન દંપતીએ અહી પ્રસુતિ વોર્ડ પાસે નાના બાળકોને રમતા જોઇને અપહરણનો પ્લાન બનાવ્યો હતો.

જ્યારે બાદમાં આ 4 વર્ષીય બાળકનું અપરહણ કર્યું હતું. દંપતીને લગ્નને વીસેક વર્ષ થયા છે અને લગ્નગાળા દરમ્યાન તેઓને કોઈ સંતાન ન હોવાથી સંતાન પ્રાપ્તિ માટે તેઓએ બાળકનું અપરહણ કર્યું હતું. મહિલાનો પતિ કાપડની દુકાનમાં કામ કરે છે. આ મામલે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">