સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 68માંથી 40 ન્યાયાધીશનું એડિશનલ જજનું પ્રમોશન પાછું ખેંચાયું, 28 ન્યાયાધીશોને મળી રાહત

|

May 15, 2023 | 3:31 PM

ગુજરાતના સીનિયર સિવિલ જજ કેડરના 2 અધિકારીએ સુપ્રીમમાં અરજી કરી હતી. જે પછી ગુજરાત હાઇકોર્ટે સત્તાવાર નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા ગુજરાતની (Gujarat) નીચલી કોર્ટના 68 જજોના પ્રમોશન પર રોક લગાવાઇ હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 68માંથી 40 ન્યાયાધીશનું એડિશનલ જજનું પ્રમોશન પાછું ખેંચાયું, 28 ન્યાયાધીશોને મળી રાહત

Follow us on

સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ મુજબ 68માંથી 40 ન્યાયાધીશનું એડિશનલ જજનું પ્રમોશન પાછું ખેંચી લેવામાં આવ્યુ છે. જો કે 68 પૈકી 28 ન્યાયાધીશોને રાહત મળી છે. 28 જજના પ્રમોશન યથાવત રાખવામાં આવ્યા છે. 68માંથી 40 ન્યાયાધીશનું પ્રમોશન પરત ખેંચી સિનિયર સિવિલ જજ પદ પર નિયુક્ત કરાયા છે. પ્રમોશન અપાયેલા 68માંથી 40 ન્યાયાધીશોનાં પ્રમોશન રદ કરાયા છે.

આ પણ વાંચો-સુરતમાં પિતાએ દીકરીને હવામાં ઉછાળતા તે પંખામાં આવી ગઇ, ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત, જુઓ Video

મહત્વનું છે કે ગુજરાતના સીનિયર સિવિલ જજ કેડરના 2 અધિકારીએ સુપ્રીમમાં અરજી કરી હતી. જે પછી ગુજરાત હાઇકોર્ટે સત્તાવાર નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા ગુજરાતની (Gujarat) નીચલી કોર્ટના 68 જજોના પ્રમોશન પર રોક લગાવાઇ હતી. સુપ્રીમ કોર્ટે (Supreme Court) જજોના આ પ્રમોશન પર રોક લગાવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સુપ્રીમ કોર્ટે કેટલાક ચોક્કસ અવલોકન કર્યા હતા. જેના આધારે આ રોક લગાવી હતી. જે પછી આજે 68માંથી 40 ન્યાયાધીશનું એડિશનલ જજનું પ્રમોશન પાછું ખેંચી લેવાનો નિર્ણય લેવાયો છે. તો 28 જજના પ્રમોશન યથાવત રાખવામાં આવ્યા છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો

9 મેના રોજ યોજાયેલી સુનાવણીમાં ગુજરાતમાં નીચલી અદાલતના 67 જ્યુડિશિયલ ઓફિસરોના પ્રમોશન સામે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. સોમવારે આ અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં બંને પક્ષોની રજૂઆત પૂર્ણ થઈ હતી.

કુલ 67 જજોની બદલી અને બઢતી કરવામાં આવી હતી

માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવનારા સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ એચ. એચ. વર્માને પ્રમોશન સાથે ટ્રાન્સફર આપવામાં આવ્યું હતુ. તેમની સાથે અન્ય 67 જજની પણ બઢતી-બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

મેરિટ અને સિન્યોરીટીના આધારે નવું લિસ્ટ બનાવવાની માગ કરાઇ હતી

અરજીમાં ગુજરાત હાઇકોર્ટની યાદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જજોની નિમણૂંક માટે ઇસ્યુ કરવામાં આવેલ નોટિફિકેશન રદ કરવાની માગ કરીને મેરિટ અને સિન્યોરીટીના આધારે નવું લિસ્ટ બનાવીને નિમણૂંક કરવાની માગ કરવામાં આવી હતી. જસ્ટિસ એમ. આર. શાહની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી કરવામાં આવી હતી.

સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એચ. એચ વર્માને પ્રમોશન આપીને રાજકોટ કોર્ટ ખાતે 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. તેમણે જ રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપ્યો હતો.  જો કે સુપ્રીમ કોર્ટે આ તમામ જજના પ્રમોશન પર રોક લગાવી દીધી છે.

(વિથ ઇનપુટ-રોનક વર્મા, અમદાવાદ)

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article