વડાપ્રધાન મોદી સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરશે, એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન

|

Apr 02, 2022 | 10:00 AM

સુરત મેટ્રોના પ્રથમ ફેઝ માટેના કુલ 2566 પાઇલમાંથી 367 પાઇલ બનાવવાની કામગીરી શરૂ થઇ ચુકી છે . તેમજ કુલ 3381 ગાઇડ વોલ ( પ્રોટેક્શન વોલ ) માથી 985 ગાઇડવોલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે . તેમજ ચોમાસુ શરૂ થાય તે પહેલા અંડરગ્રાઉન્ડ મેટ્રોનું કામ જલદીથી પુર્ણ થાય તે રીતે કામગીરી કરાશે .

વડાપ્રધાન મોદી સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરશે, એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન
Surat Metro Project (File Image )

Follow us on

સુરત મેટ્રો (Metro) રેલ પ્રોજેક્ટની કામગીરી (Work) પુરઝડપે આગળ વધી રહી છે. હાલમાં સુરત મેટ્રોના ફેઝ -1 ડ્રીમ સીટીથી સરથાણા (Sarthana ) રૂટની કામગીરી ઓનસાઈટ શરૂ થઈ ચુકી છે. જ્યારે મેટ્રોના બીજા રૂટ સારોલીથી ભેંસાણ માટે ટેન્ડરો બહાર પાડી દેવાયા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ પોર્ટલ પર લીધો હોવાની અને આગામી એપ્રિલ મે માસમાં વડાપ્રધાનની હાજરીમાં સુરત મેટ્રો પ્રોજેક્ટ બાબતે વર્ચ્યુઅલી સમીક્ષા બેઠક યોજાઇ શકે છે . જેના ભાગરૂપે જીએમઆરસીના અધિકારીઓ , કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરી , મનપા મિશનર , કલેક્ટર વચ્ચે વર્ચ્યુઅલ મીટીંગનું આયોજન થયું હતું . મનપા મિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે , મેટ્રો માટે કુલ 72 હેક્ટર જેટલી જગ્યાનો કબજો લેવાનો હતો જે પૈકી 68 હેક્ટર જમીનનો કબજો લઇ લેવામાં આવ્યો છે. અને હવે માત્ર 4 હેક્ટર જમીનનો કબજો લેવાનો બાકી છે .

મનપા કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ઝડપથી થઇ રહી છે. ડ્રીમ સીટી પાસે આકાર પામનારા ડેપોનું કામ પણ ઝડપથી થઇ રહ્યું છે. ડેપોના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે . તેમજ શહેરમાં એલીવેટેડ રૂટ માટેના પાઇલીંગના કન્સટ્રક્શન પણ શરૂ થઈ ચુક્યા છે. સુરત મેટ્રોના પ્રથમ ફેઝ માટેના કુલ 2566 પાઇલમાંથી 367 પાઇલ બનાવવાની કામગીરી શરૂ થઇ ચુકી છે . તેમજ કુલ 3381 ગાઇડ વોલ ( પ્રોટેક્શન વોલ ) માંથી 985 ગાઈડવોલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે . તેમજ ચોમાસુ શરૂ થાય તે પહેલા અંડરગ્રાઉન્ડ મેટ્રોનું કામ જલદીથી પુર્ણ થાય તે રીતે કામગીરી કરાશે .

અંડરગ્રાઉન્ડ માટે જરૂરી એવા ટીબીએમ ( ટનલ બોરીંગ મશીન)ના ટેસ્ટીંગની કામગીરી તો પુર્ણ થઇ ચુકી છે અને એક મહિનામાં આ મશીનરીથી અંડરગ્રાઉન્ડની કામગીરી શરૂ કરી દેવાશે. સુરત મેટ્રોની કામગીરી બે ફેઝમાં થશે . જેમાં પ્રથમ રૂટ ડ્રીમસીટીથી સરથાણા છે . અને બીજો રૂટ સારોલીથી ભેસાણ છે . જેમાં હાલમાં પ્રાયોરીટી રૂટમાં ડ્રીમસીટીથી કાપોદ્રા રૂટની કામગીરી શરૂ છે અને અન્ય રૂટ હાલ ટેન્ડરીંગ પ્રોસેસમાં છે . પહેલા પ્રાયોરીટી રૂટની કામગીરી જુન 2024 સુધી પુર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો પરંતુ જે ઝડપથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે પરથી પ્રાયોરીટી રૂટની કામગીરી જુન 2024 સુધી પુર્ણ કરી દેવાશે તેમ જાણવામાં આવ્યું છે .

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Surat : કીમ રેલવે ફાટક ફરી શરૂ કરવા સ્થાનિકોની કલેકટરને રજુઆત, ફ્લાયઓવરની કામગીરી મંથરગતિએ ચાલતા લોકોમાં આક્રોશ

આ પણ વાંચો : Pakistan : ઈમરાન ખાનની વિદાય બાદ પાકિસ્તાનની બાગડોર સંભાળી શકે છે શાહબાઝ શરીફ, જાણો કોણ છે આ વ્યક્તિ ?

Next Article