સુરતનું ગૌરવ: સિવિલ હોસ્પિટલની સરકારી નર્સીંગ કોલેજના 6 વિદ્યાર્થીઓની AIIMSમાં પસંદગી

|

Jan 21, 2022 | 12:31 PM

સુરતના રાધા વ્યાસે જણાવ્યું હતું કે , હું છેલ્લા પાંચ વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. નોકરી પૂર્ણ કરી આઠ કલાક અભ્યાસ માટે આપતી હતી.

સુરતનું ગૌરવ: સિવિલ હોસ્પિટલની સરકારી નર્સીંગ કોલેજના 6 વિદ્યાર્થીઓની AIIMSમાં પસંદગી
6 students Of Surat Civil hospital selected in AIIMS (File Image )

Follow us on

2021માં યોજાયેલી રાષ્ટ્રીય એઈમ્સની NORCET ( નર્સિંગ કક્ષાની ઓફિસર્સ રિક્રુટમેન્ટ એલિજીબિલિટી ટેસ્ટ ) માં સુરતની કોમન હોસ્પિટલની નવી સિવિલ (New Civil Hospital) સરકારી નર્સિંગ કોલેજના છ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ધારાસભ્ય સંગીતા પાટીલના હસ્તે નવી સિવિલની નર્સિંગ કોલેજ (Nursing College) ખાતે તમામ સફળ ઉમેદવારોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

AIIMS- ( All India Institute of Medical Sciences)માં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા એકસૂરે કહ્યું કે કોવિડના કપરાકાળમાં જે રીતે નવી સિવિલમાં સેવા આપી હતી, એ જ રીતે એઈમ્સમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીશું. લોકોની સેવા માટે હરહંમેશ તત્પર રહીશું.

ફરજ પર હાજર રહી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી સતત અભ્યાસથી એઈમ્સની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવનાર આ વિદ્યાર્થીઓને નોકરી સાથે પરીક્ષાની તૈયારી માટે કોલેજનો સંપૂર્ણ સહકાર મળ્યો હતો. આ છ વિદ્યાર્થીઓ હવે દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલી 18 એઈમ્સ ઇન્સ્ટિટ્યુટની હોસ્પિટલોમાં ફરજ બજાવશે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

બીલીમોરાના કરિયાણાના દુકાનદારની પુત્રીનું એઈમ્સમાં સિલેક્શન

પરીક્ષામાં સફળ થયેલા નવસારીના બિલીમોરા તાલુકાના નાંદરખા ગામના પ્રિયંકાબેન મૌર્ય હાલ સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી પી.પી. સવાણી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. પ્રિયંકાએ ખુશી વ્યકત કરતાં જણાવે છે કે  ‘નાંદરખા ગામમાં મારા પિતા અનાજ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરે છે , નર્સિંગનો અભ્યાસ કરાવવામાં પિતાજીનું મોટું યોગદાન છે.

નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કરી હું સ્ટાફ નર્સ તરીકે નોકરીમાં જોડાઈ ગઈ હતી. મારા પિતાની હંમેશા એવી આકાંક્ષા રહી છે કે હું નર્સિંગ ક્ષેત્રમાં સેવા સાથે નામના મેળવું. જેથી એઈમ્સની પરીક્ષા પાસ કરવાનું મારૂ મુખ્ય ધ્યેય બની ગયું હતું. દરરોજ ચાર કલાક વાંચન કરતી હતી. એઈમ્સમાં સિલેક્શન થતા મારા પિતા અને પરિવારનું સપનું પૂર્ણ થયું છે.

અભ્યાસથી જ્ઞાન પણ મેળવ્યું અને નોકરીથી પ્રેક્ટિકલ નોલેજને લીધે સફળતા 

એઈમ્સમાં સિલેક્ટ થયેલા અને વર્ષ 2019થી સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સુરતના રાધા વ્યાસે જણાવ્યું હતું કે હું છેલ્લા પાંચ વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. નોકરી પૂર્ણ કરી આઠ કલાક અભ્યાસ માટે આપતી હતી. કોવિડ સમયે કરેલી કામગીરી પણ પરીક્ષામાં ખૂબ ઉપયોગી બની હતી. અભ્યાસની સાથે મેળવેલું પ્રેક્ટિકલ જ્ઞાન પણ અતિ ઉપયોગી બન્યું હતું.

આ પણ વાંચો : Surat: ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સુરત શહેર નંબર વન, સબસીડી ચુકવવામાં પણ સુરત RTO પ્રથમ

આ પણ વાંચો:  સુરતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો, રાંદેર ઝોનમાં સૌથી વધુ 1105 કેસ

Next Article