Surat : શહેરમાં વેક્સિનેશન સેન્ટરો પર લોકોની લાંબી કતાર, વેક્સિનનો જથ્થો વધારવા લોકોની માંગ
People queue up outside vaccination centre in Surat

Surat : શહેરમાં વેક્સિનેશન સેન્ટરો પર લોકોની લાંબી કતાર, વેક્સિનનો જથ્થો વધારવા લોકોની માંગ

| Edited By: | Updated on: Jul 20, 2021 | 3:22 PM

સુરત શહેરમાં ફરીથી વેક્સિનેશનની કામગિરી શરૂ થતા મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે લોકો ઉમટી રહ્યા છે,પરંતુ વેક્સિનનો જથ્થો પુરતો ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત શહેરમાં કોરોના વેક્સિનનેશન માટે 173 સેન્ટરો(Vaccination Center) શરૂ કરવામાં આવ્યા છે.જેમાં કોવિશિલ્ડ (covishield) વેક્સિનના પ્રથમ ડોઝ માટે 80 સેન્ટરો અને બીજા ડોઝ માટે 80 સેન્ટરો કાર્યરત છે.ઉપરાંત કોવેક્સિન (covaxin)માટે ત્રણ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે અને વિદેશ જતા નાગરિકો માટે એક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ વેક્સિનના અપર્યાપ્ત જથ્થાને પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

શહેરમાં વેપારીઓને ફરજીયાત વેક્સિન (Vaccine)લેવા માટે તંત્રએ આદેશ કર્યો છે.જ્યારે બીજી તરફ વેક્સિન સેન્ટરો પર વેક્સિનની અછતથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વેક્સિનને લઈને સુરતવાસીઓ જાગૃત જોવા મળી રહ્યા છે ,પરંતુ વેક્સિનની (Vaccine)અછતથી લોકો લાઈનોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે.ત્યારે શહેરમાં વેક્સિનનો જથ્થો વધારવા માટે લોકોએ માંગ કરી છે.

 

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બાયો ડાયવર્સીટી પાર્કના વિસ્તરણની કામગીરી અંતર્ગત વૃક્ષારોપણમાં 75,000 થી વધુ વૃક્ષો વવાશે

આ પણ વાંચો : RAJKOT : રાજકોટ AIIMSનો લોગો જાહેર, જાણો લોગોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરાયો

 

Published on: Jul 20, 2021 03:04 PM