AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પૂર ઝડપે જઈ રહેલી BRTS બસે વાહનોને અડફેટે લીધા, જુઓ Video

સુરત (Surat) શહેરમાં બીઆરટીએસ અને સીટી બસ ચાલકો દ્વારા અકસ્માતની ઘટના છાસવારે બની રહી છે અને સતત બનતી ઘટનાઓને લઈને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે વધુ એક અકસ્માત બનતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.

Surat : પૂર ઝડપે જઈ રહેલી BRTS બસે વાહનોને અડફેટે લીધા, જુઓ Video
બેફામ BRTSએ સર્જયો અકસ્માત
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 3:18 PM
Share

સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વારંવાર BRTS અને સિટી બસના અકસ્માત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. BRTS અને સિટી બસના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે અને અનેક લોકો તેનો ભોગ બનતા હોય છે. ત્યારે ફરી એક વાર આવી જ એક ઘટના સામે આવી છે. સુરત માન દરવાજા વિસ્તારમાં બીઆરટીએસ બસ દ્વારા ગફલત ભરી બસ ચલાવતા બે કારને અડફેટે લીધી હતી. જેને લઈને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેને લઈને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતો. 136 નંબરની બસે વાહનોને અડફેટમાં લેતા વાહનોને નુકસાન પહોંચ્યુ હતુ. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.

માન દરવાજા વિસ્તારમાં BRTS બસનો કહેર

સુરત શહેરમાં બીઆરટીએસ અને સીટી બસ ચાલકો દ્વારા અકસ્માતની ઘટના છાસવારે બની રહી છે અને સતત બનતી ઘટનાઓને લઈને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે વધુ એક અકસ્માત બનતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. સુરતમાં માન દરવાજા વિસ્તારમાં પાલિકા સંચાલિત બીઆરટીએસ બસ ચાલક દ્વારા ગફલત ભરી બસ ચલાવી વાહનોને અડફેટે લીધા હતા અને બે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વાહનોને ભારે નુકશાન થયું હતું. જેમાં વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વારંવાર થતા અકસ્માતોના કારણે બસ ડ્રાયવરો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણે કે સતત અકસ્માત ની ઘટનાઓ બને છે અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ છે.

બસે બે કારને અડફેટે લેતા થયું નુકસાન

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત BRTS બસ અકસ્માતની સતત ઘટનાઓ સામે આવી રહી છે. છતાં પણ સુરત મહાનગર પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આવી સતત ઘટનાઓ બની રહી છે. થોડા દિવસ પહેલા પાંડેસરા રોડ પર બસને કારણે એક બાળકીનું મોત થયું હતું. સુરત મહાનગર પાલિકા ના કમિશનર સતત સુરત શહેરને સ્વચ્છત બનવવા માટે પ્રયાસો કરી રહ્યા છે કે નંબર આવે તો સરકાર સારા વખાણ કરે, પણ સુરત શહેરમાં પાલિકા દ્વારા બીજી કોઈ નક્કર કાર્યવાહી કરવી જરૂરી રહેશે. તેમાં પણ સુરત BRTS બસ અને સીટી બસના ડ્રાયવરોને ચોક્કસ ટ્રેનિંગ આપવી જરૂરી છે.

બે દિવસ પહેલા પણ થયો હતો અકસ્માત

બે દિવસ પહેલા પણ ભેસ્તાનમાં સિટી બસે ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યું છે. રોડ ઓળંગી રહેલા યુવકને બસે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતુ. જે પછી લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. આ દુર્ઘટના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. જ્યારે પાંડેસરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">