Number 1 : સ્માર્ટ સીટી ડાયનેમિક રેન્કિંગમાં સુરત પ્રથમ નંબરે, અમદાવાદ છઠ્ઠા નંબરે

|

Apr 04, 2022 | 11:19 AM

ગુજરાત સરકાર દ્વારા 250 કરોડની ગ્રાન્ટ પૈકી 242 કરોડ ફાળવ્યા છે જે પૈકી 225 કરોડનો વપરાશ થઇ ગયો છે. સ્માર્ટ સિટીની ગ્રાન્ટ ઉપરાંત અમૃત, સ્વર્ણિમ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Number 1 : સ્માર્ટ સીટી ડાયનેમિક રેન્કિંગમાં સુરત પ્રથમ નંબરે, અમદાવાદ છઠ્ઠા નંબરે
Surat stands first in dynamic ranking (File Image )

Follow us on

દેશના 100 સ્માર્ટ (Smart City )શહેરોમાં સુરત ફરી એક વખત પહેલા ક્રમે આવ્યું છે. ભારત સરકારે તમામ સ્માર્ટ સિટીમાં ડાઇનેમિક (Dynamic )રેન્કિંગના ગ્રેડ પ્રમાણે સુરતને પહેલો (First ) ક્રમ આપ્યો છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદ થયેલા 100 શહેરોએ પૂર્ણ કરેલા પ્રોજેક્ટ , ચાલી રહેલા પ્રોજેક્ટ , ગ્રાન્ટના વપરાશના આધારે ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ , એડવાઇઝરી ફોરમ મિટિંગ વગેરે માપદંડના આધારે ડાઇનેમિક રેન્કિંગ જાહેર કર્યુ છે. આ ડાઇનેમિક રેન્કિંગમાં 128.80 સ્કોર સાથે સુરત પ્રથમ ક્રમે છે , જ્યારે 120.39 સ્કોર સાથે આગ્રા બીજા ક્રમે , 119.18 સાથે વારાણસી ત્રીજા નંબરે , 117.05 સ્કોર સાથે ભોપાલ ચોથા નંબરે અને 116.67 સ્કોર સાથે ઇન્દોર પાંચમા ક્રમાંક પર છે .105.25 સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા નંબરે આવ્યું છે . ડાઇનેમિક રેન્કિંગમાં ટોચના 10 શહેરોમાં સુરત અને અમદાવાદ સિવાય ગુજરાતના એક પણશહેરનો સમાવેશ થયો નથી.

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 50 ટકા , રાજ્ય સરકાર દ્વારા 25ટકા અને મહાનગરપાલિકા દ્વારા 25 ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે . સુરત સ્માર્ટ સિટીએ તેમાંથી 75 ટકાથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે . ગ્રાન્ટના વપરાશ માટે ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સમય મર્યાદામાં મોકલવા ખુબ જરૂરી છે . આ ઉપરાંત સુરત સ્માર્ટ સિટીની એડવાઇઝરી ફોરમની મિટિંગ કરી સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી આપવાની રહે છે.

આ સાથે સ્માર્ટ સિટી મિશન દ્વારા લોન્ચ કરવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં સુરત સ્માર્ટ સિટી દ્વારા સક્રિય રીતે ભાગ લેવાનું ફરજીયાત કરવામાં આવે છે, એટલું જ નહી શહેરના લોકોને આવા કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. આ તમામગ્રેડના આધારે સુરતને સૌથી વધારે સ્કોર મળતા ડાઇનેમિક રેન્કિંગમાં સુરત પહેલા નંબરે આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેનાલ કોરિડોર સહિત રૂ . 1791 કરોડના 69 પ્રોજેક્ટ સાકાર થયા છે. તેમજ સુરત સ્માર્ટ સિટી અંતર્ગત પણ  રૂ.1791 કરોડના 69 પ્રોજેક્ટ પૂરા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કિલ્લાના રેસ્ટોરેશનની પહેલા તબક્કાની કામગીરી, એઆઇસી સુરતી આઇલેબ, એલઇડી સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ અને સ્માર્ટ મોનિટરિંગ સિસ્ટમ, સોલાર અને વિન્ડ પાવર પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટ , સોલિડ વેસ્ટ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ, સુરત મની કાર્ડ, સુમન આઇ, બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ, 3958 શહેરી ગરીબ આવાસો.  આંજણા , ડિંડોલી ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 24 કલાક પાણી પુરવઠા માટે વોટર મીટરિંગ, રેઇન વોટર રિચાર્જ, વીઆઇપી મોડલ રોડ, કેનાલ કોરિડોર સહિતના મોટા પ્રોજેક્ટ સાકાર થઇ ચુક્યા છે.

કમાન્ડ સેન્ટર પણ ટૂંક સમયમાં કાર્યરત કરી દેવામાં આવનાર છે. સ્માર્ટ સિટી યોજના અંતર્ગત હાલમાં રૂ . 1145 કરોડના 12 પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યા છે. જે પૈકી કિલ્લાના રેસ્ટોરેશનની બીજા તબક્કાની કામગીરી પણ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. સુરત શહેરમાં બીજા વિવિધ મોટા પ્રકલ્પો સાકાર કરવાની યોજના પણ ચાલી રહી છે. સુરત સ્માર્ટ સિટી મિશનની શ્રેષ્ઠ કામગીરીને કારણે છેલ્લા ત્રણ વર્ષથી સતત સુરતને બેસ્ટ પર્ફોર્મન્સ માટે સિટીનો એવોર્ડ પ્રાપ્ત થઇ રહ્યો છે. સુરત સ્માર્ટ સિટી અંતર્ગત 2936 કરોડના 81 પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૈકી અત્યાર સુધીમાં 2112  કરોડનો ખર્ચ થઇ ગયો છે.

હજી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સુરતને 1000 કરોડની ગ્રાન્ટ મળનાર છે. જે પૈકી 500 કરોડની કેન્દ્રની ગ્રાન્ટ પૈકી 490 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તેનો સંપૂર્ણપણે વપરાશ થઇ પણ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 250 કરોડની ગ્રાન્ટ પૈકી 242 કરોડ ફાળવ્યા છે જે પૈકી 225 કરોડનો વપરાશ થઇ ગયો છે. સ્માર્ટ સિટીની ગ્રાન્ટ ઉપરાંત અમૃત , સ્વર્ણિમ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article