Surat: 3 અને 4 જૂનના રોજ સુરતના અનેક વિસ્તારો રહેશે પાણી વિહોણા

|

Jun 01, 2023 | 11:49 PM

સુરત મહાનગર પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા ખટોદરા જળ મથકમાં 1219 મીમી વ્યાસની પાણીની લાઈન બદલવાની કામગીરી અને મજૂરા ગેટ મેટ્રો રેલ લાઈનને નડતર રૂપ 450 મીમીની પાણીની લાઈન સિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાશે. જેને પગલે 3 અને 4 જૂનના રોજ સુરતના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.

Surat:  3 અને 4 જૂનના રોજ સુરતના અનેક વિસ્તારો રહેશે પાણી વિહોણા

Follow us on

Surat મહાનગર પાલિકાના હાઈડ્રોલિક વિભાગે જાહે૨ જનતા માટે જાહેર કરેલી સૂચનામાં અનુસાર સાઉથ ઝોન (ઉધના- એ)માં આવેલ ખટોદરા જળવિતરણ મથક ખાતેની ઓવરહેડ ટાંકીની આઉટ ગોઇંગ 1219 મીમી વ્યાસની એમએસ લાઈનના લીકેજ રીપેરીંગ અને મજુરા ગેટ ખાતે મેટ્રોની કામગીરીમાં નડતરરૂપ 450 મીમી વ્યાસની શીફ્ટીંગ કરવામાં આવેલ નળીકાનું હયાત 1100 મીમી વ્યાસની નળીકા સાથે જોડાણની અગત્યની કામગીરી 3 જૂનના રોજ સવારે 8થી રાત્રે 9 કલાક સુધી હાથ ધરવામાં આવશે. જેથી, ખટોદરા ઓવરહેડ ટાંકી ભરી શકાય તેમ ન હોવાથી તેમજ રાંદેરથી ખટોદરા જતી ટ્રાન્સમિશન નળીકા ઉપર શટડાઉન હોવાથી અઠવા જળવિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકી દ્વારા અપાતો નિયમિત પાણી પુરવઠો મળશે નહીં.

3 જૂને અનેક વિસ્તારમાં પાણીકાપ

સાઉથ ઝોન (ઉધના-એ) (પાર્ટ વિસ્તાર)માં 3 જૂનના રોજ ખટોદરા ઓવરહેડ ટાંકી દ્વારા અપાતો બપો૨ે અને સાંજ અને સવારના સપ્લાયમાં સમાવિષ્ટ વિસ્તાર સપ્લાયનો ખટોદરા GIDCનો વિસ્તાર અને સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) (પાર્ટ વિસ્તાર)માં સમાવિષ્ટ નવી સિવિલ હોસ્પિટલનો વિસ્તાર તેમજ સવારના સમયે બીજા સપ્લાયમાં પીપલોદ ગામતળ, ઉંમરા ગામતળ, સિટી લાઈટ, એસ.વી.એન.આઈ.ટી. કોલેજ, વીર નર્મદ યુનિવર્સિટી, ઇચ્છાનાથ, કારગીલ ચોક વિગેરે વિસ્તારની સોસાયટીઓ તથા તેને સંલગ્ન વિસ્તારમાં પાણી પુરવઠો આપી શકાય તેમ નથી.

આ પણ વાંચો : રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં તલની આવક સામે ભાવ ગગડયા, જુઓ Video

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

4 જૂને આ વિસ્તારમાં પાણીકાપ

4 જૂનના રોજ સાઉથ ઝોન (ઉધના-એ) (પાર્ટ વીસ્તાર)ની ખટોદરા ઓવરહેડ ટાંકી દ્વારા અપાતો સવારે અને બપોરના સપ્લાયનો ખટોદરાનો વિસ્તાર, સેન્ટ્રલ ઝોન (પાર્ટ વિસ્તાર)ના દક્ષિણ વિભાગના સવારના સપ્લાયમાં સમાવિષ્ટ વિસ્તાર બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા અને તેની આજુબાજુના વિસ્તાર અને સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) (પાર્ટ વિસ્તાર) દ્વારા નવી સીવીલ હોસ્પિટલનો વિસ્તાર, સવારના પ્રથમ સપ્લાયમાં અઠવા ગેટ, અઠવા પોલીસ લાઈન, પનાસ ગામતળ, ઘોડદોડ રોડ, રામ ચોક, સર્જન સોસાયટી, પાંજરાપોળ તથા આજુબાજુની સંલગ્ન સોસાયટીઓ તેમજ સવારના બીજા સપ્લાયમાં પીપલોદ ગામતળ, ઉંમરા ગામતળ, એસ.વી.એન.આઈ.ટી. કોલેજ, વીર નર્મદ કારગીલ ચોક વિગેરે વિસ્તારમાં સમાવિષ્ટ યુનિવર્સિટી, ઇચ્છાનાથ, સોસાયટીઓ તથા તેને સંલગ્ન વિસ્તારમાં પાણી પુરવઠો અંશતઃ અવરોધાય ઓછા પ્રેશરથી નહીવત મળવાની શક્યતા રહેલી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article