ગુજરાત (Gujarat) સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ સુરતમાં નાઈટ મેરેથોનનું (Night Marathon) આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સાંજ સુધીમાં અંદાજે 40 હજારથી વધુ દોડવીરોએ (Runners) સુરત મેરેથોનમાં સત્તાવાર રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે અન્ય દસ હજાર લોકો રજિસ્ટ્રેશન કર્યા વગર મેરેથોન ફેસ્ટીવલને માણવા માટે ઉમટશે અને દોડશે. ‘નો ડ્રગ્સ સેફ, ફિટ સ્માર્ટ સિટી”ના સંદેશા સાથે રમત-ગમત અને સાંસ્કૃતિક અને ગૃહ રાજયમંત્રી મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શહેરના યુવાનો ડ્રગ્સના દુષણથી દૂર રહે અને તેઓ શારીરિક, માનસિક રીતે સ્વસ્થ અને સક્ષમ બને તેવા હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા આજે તા.30 એપ્રિલના રોજ સાંજે 7 વાગે નાઈટ મેરેથોન-2022ને ફ્લેગ ઓફ આપવામાં આવશે. 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર એમ ત્રણ અલગ અલગ ઈવેન્ટ યોજવામાં આવી છે. મેરેથોનમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવશે. જેમાં વિવિધ કેટગરીવાઈઝ રનર્સ માટે રૂ.13.50 લાખના ઈનામો આપવામાં આવશે.
સુરત નાઇટ મેરેથોનમાં 10 કિમી અને 21 કિમી માટે 2500થી વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે 5 કિમી માં 40 હજારથી પણ વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. “નો ડ્રગ્સ,સેફ, ફિટ અને સ્માર્ટ સિટી’ થીમ હેઠળ મેરેથોન રૂટમાં આવતા તમામ સર્કલોને થીમબેઝ્ડ સુશોભિત કરાશે. મેરેથોનર્સની ચોકસાઈ માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન કલાકારોમાં પાર્થિવ ગોહિલ અને કિંજલ દવે સુરતીઓને મનોરંજન પૂરું પાડશે.
નો ડ્રગ્સ, સેફ-ફીટ અને સ્માર્ટ સિટી’ થીમ હેઠળ શહેર પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ યોજાનાર નાઈટ મેરેથોન-2022 અંતર્ગત વિવિધ કેટેગરી માટે અંદાજે 40 હજાર જેટલા રનરો જોડાવાના છે. આ દરમિયાન નાઇટ મેરેથોન સ્પર્ધાના આયોજનને કારણે કેટલાંક રૂટો બંધ કરવામાં આવ્યા છે. તેથી મનપા તંત્ર દ્વારા પણ સિટી બસ અને બીઆરટીએસ બસના રૂટ ડાયવર્ટ કરવામાં આવશે અથવા કેટલાંક રૂટો બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
કાંદીફળિયું અને જહાંગીરપુરાથી ગેલ કોલોની-વેસુ સુધીના રૂટની સિટી બસ સેવા પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ બંધ રાખવામાં આવશે, જ્યારે ઓએનજીસી કોલોનીથી સરથાણા નેચરપાર્ક, ઓએનજીસી કોલોનીથી કોસાડ ઇડબ્લ્યુએસ આવાસ, સુરત સ્ટેશનથી આભવા ગામ, સુરત સ્ટેશનથી જહાંગીરપુરા, ડ્રીમસિટી-ભાઠાથી સુરત સ્ટેશન, કોસાડ ગામથી યુનિવર્સિટી, અડાજણ જીએસઆરટીસીથી મોરાગામ, ઇસ્કોન સર્કલથી યુનિવર્સિટી સુધીના સિટીબસના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અથવા ટૂંકાવવામાં આવ્યા છે. મનપા દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો :સ્કૂલના એક શિક્ષકના ત્રાસથી પ્રિન્સિપાલએ કર્યો આપઘાત, પોલીસે શિક્ષક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો નોંધ્યો ગુનો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો