નવી પહેલ : મેયર પાસે રજૂઆત લઈને આવતા જરૂરિયાતમંદ મુલાકાતીઓને ચોખા આપવામાં આવશે

|

Jun 03, 2022 | 9:01 AM

મેયર(Mayor ) દ્વારા નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રજુઆત માટે આવતા જરૂરિયાતમંદોને ચોખા ભેંટ સ્વરૂપે આપવામાં આવશે.

નવી પહેલ : મેયર પાસે રજૂઆત લઈને આવતા જરૂરિયાતમંદ મુલાકાતીઓને ચોખા આપવામાં આવશે
New Initiative by Surat Mayor (File Image )

Follow us on

શહેરની (Surat )એક સખીમંડળે થોડા દિવસ પુર્વે મેયર હેમાલી બોઘાવાલાની(Mayor ) મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે મેયરનું સન્માન ફુલહારથી નહી પરંતુ ચોખાથી (Rice ) કર્યું હતું. આ વાતને લઇ મેયરે સંખીમંડળની પ્રશંસા પણ કરી હતી. વરાછામાં શ્રમજીવીઓને નડતી મુશ્કેલી ની રજુઆત કરવા આવેલા શ્રમજીવીઓને મેયરે ચોખા આપી મદદરૂપ થવા પ્રયાસ કર્યો હતો. આ સાથે અન્ય લોકોને પણ આજરીતે લોક ઉપયોગી વસ્તુથી સન્માનિત કરવાની અપિલ મેયર દ્વારા કરવામાં આવી હતી.

સુરત મનપાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓની મુલાકાતે રોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. કેટલાક લોકો સમસ્યાના ઉકેલ માટે માંગણીઓ લઈને આવતા હોય છે. જયારે કેટલાક લોકો આમત્રણ પાઠવવા માટે તેમજ શુભેચ્છા માટે આવતા હોય છે. દરિમયા લોકો બુકે, ફુલ તેમજ હારથી મેયર સહીતના પદાધિકારીઓનું સન્માન કરતા હોય છે. ફુલ અને બુકે જેવી વસ્તુઓ થોડા સમય બાદ ખરાબ થઇ જાય છે. પરીણામે લોકોના રૂપિયાનો વ્યય થતો હોય છે. શહેરીજનોના રૂપિયા ગરીબ અને મધ્યયમવર્ગના લોકોના હીત પાછળ ખર્ચ થાય તે હેતુસર સન્માન માટે આવનાર લોકોને ફળ, સુખડી જેવી જરૂરતમંદ લોકોને ઉપયોગમાં આવે તેવી વસ્તુ સાથે આવવા મેયરે અપિલ કરી હતી.

થોડા દિવસો પહેલા શહેરનું એક સખીમંડળ મેયરની મુલાકાતે આવ્યું હતું. દરમ્યાન મેયર હેમાલી બોઘાવાળાની અપિલને ધ્યાને લઇ સંખીમંડળે ફુલ, હાર નહી પરંતુ ચોખાથી મેયરનું સન્માન કર્યું હતું. સખીમંડળ દ્વારા કરવામાં આવેલા આ અનોખા સન્માનથી મેયર ખુશ થઇ ગયા હતા. અને અન્ય લોકો પણ આજરીતે સન્માન કરે એવી અપિલ મેયર દ્વારા કરવામાં આવી હતી.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

મેયર પાસે બે દિવસ પહેલા વરાછા રહેતા કેટલાક શ્રમજીવી સમસ્યા લઈને આવ્યા હતા. તેમની સમસ્યા સાંભળી અને સમસ્યા અંગે હલ આપ્યો રજુઆત કરવા આવનાર રોજ કમાઈને રોજ ખાઈ તેથી મેયર બોધાવાલાએ સન્માન માટે આવેલા ચોખા શ્રમજીવીઓને આપ્યા હતા. આમ, એક નવી પહેલ સુરત મનપાના મેયર દ્વારા કરવામાં આવી છે. જેનો હેતુ જરૂરિયાતમંદને ઉપયોગી થવાનો છે.

Next Article