Mandvi: ગંગા સ્વરૂપા બહેનો માટે યોજાયો મેડિકલ કેમ્પ, પીએમના દીર્ઘાયુ માટે લઘુરુદ્ર યજ્ઞ

|

Sep 17, 2022 | 12:54 PM

આગેવાનોએ જણાવ્યું હતું કે પીએમ મોદીના જન્મદિવસે સેવાકીય કાર્ય કરવાનું બીડું અમે ઝડપ્યું છે. જેના ભાગરૂપે જ આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને ગંગા સ્વરૂપ બહેનોના આરોગ્ય માટે અમે મેડિકલ કેમ્પ અને નેત્ર ચેકઅપ કેમ્પ રાખ્યો છે.

Mandvi: ગંગા સ્વરૂપા બહેનો માટે યોજાયો મેડિકલ કેમ્પ, પીએમના દીર્ઘાયુ માટે લઘુરુદ્ર યજ્ઞ

Follow us on

દેશના વડાપ્રધાન (Prime Minister )ના આજે 73માં જન્મ દિવસ નિમિત્તે માંડવી (Mandvi ) તાલુકાના સાઠવાવ ખાતે 1073 ગંગા સ્વરૂપા બહેનોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. બહેનો માટે મેડીકલ કેમ્પ તેમજ નેત્ર ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે વડાપ્રધાન ના દીર્ઘાયુ તેમજ સારા સ્વાસ્થ માટે લઘુરુદ્ર  યજ્ઞ પણ કરવામાં આવ્યો. આજે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો 73 મો જન્મ દિવસ છે. ત્યારે દેશમાં ઠેર ઠેર વડા પ્રધાનનો જન્મ દિવસ અલગ અલગ રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે બારડોલી લોકસભાના સાંસદ પ્રરભુ વસાવા દ્વારા તેમના માદરે વતન માંડવી તાલુકાના સાઠવાવ ખાતે 1073 ગંગા સ્વરૂપ મહિલાઓનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું. સભા સ્થળ ખાતે મહિલાઓ માટે મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગંગા સ્વરૂપા બહેનો સિવાય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે સંસદ પરભુ વસાવા દ્વારા વડાપ્રધાનના દીર્ઘાયુ માટે લઘુ રુદ્ર હવન પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલ, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના પારુલ મહાજન, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપત વસાવા તેમજ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સેવાકીય કાર્યો સાથે ઉજવણીનો નિર્ધાર

કાર્યક્રમમાં હાજર આગેવાનોએ જણાવ્યું હતું કે પીએમ મોદીના જન્મદિવસે સેવાકીય કાર્ય કરવાનું બીડું અમે ઝડપ્યું છે. જેના ભાગરૂપે જ આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને ગંગા સ્વરૂપ બહેનોના આરોગ્ય માટે અમે મેડિકલ કેમ્પ અને નેત્ર ચેકઅપ કેમ્પ રાખ્યો છે. જેમાં પણ 1073 જેટલી બહેનોએ હાજર રહીને આ કેમ્પનો લાભ લીધો હતો. આ સિવાય અમે દેશની ચિંતા કરતા અને દેશ માટે સતત કાર્યશીલ રહેતા એવા પીએમ નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પણ લઘુરુદ્ર યજ્ઞ રાખ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article