Mahuva : સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાએ કરાઈ ઉજવણી, 40 જેટલા કર્મચારીઓને સન્માનિત કરાયા

|

Aug 15, 2022 | 12:02 PM

આઝાદી (Freedom ) કા અમૃત મહોત્સવ હેઠળ કરાયેલા સ્વતંત્રતા પર્વની ઉજવણીને ભારે ઉત્સાહથી ઉજવી હતી. અને દેશપ્રેમની ભાવના વધારે મજબૂત કરી હતી. 

Mahuva : સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાએ કરાઈ ઉજવણી, 40 જેટલા કર્મચારીઓને સન્માનિત કરાયા
Mahuva: Independence day celebrated at district leve

Follow us on

સુરત (Surat ) જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિનની ઉજવણી મહુવા (Mahuva ) તાલુકાના ઉકા તરસાડીયા યુનિવર્સીટીનાં કેમ્પસ ખાતે રાખવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા ધ્વજ વંદન સમારંભમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કનુંભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી ધ્વજ વંદન કર્યું હતું. સાથે અલગ અલગ ક્ષેત્રોમાં રહી શ્રેષ્ઠ કામગીરી કરનાર 40 જેટલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી આજે આખા દેશમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત જિલ્લા કક્ષાનાં સ્વતંત્રતા દિનની ઉજવણી મહુવા ખાતે આવેલ ઉકા તરસાડીયા યુનિવર્સીટીનાં કેમ્પસ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ધ્વજારોહણ કર્યું હતું. જે પ્રસંગે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, ધારાસભ્ય મોહન ધોડિયા, ઈશ્વર પરમાર, સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ, વિભાગીય ડી.એસ.પી હિતેશ જોયસર, કલેકટર આયુષ ઓક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અશ્વ પરેડ, પોલીસ પરેડ, ડોગ સ્ક્વોડ પરેડ તેમજ રાષ્ટ્ર ગાન સાથે ધામધૂમથી સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

અલગ અલગ ક્ષેત્રોમાં કામગીરી કરનાર 40 લોકોને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
  • – પોલીસ સ્ટાફ
  • – આરોગ્ય વિભાગ
  • – ઇમરજન્સી 108ની સેવા
  • – મહિલા હેલ્પ લાઇન 181ની સેવા
  • – જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ
  • – વન વિભાગ
  • – રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો
  • – સિવિલ ડિફેન્સ સર્વિસ
  • – આંગણવાડી મહિલા વર્કરો
  • – ફરજ દરમિયાન ગુજરી ગયેલા કોરોના વોરિયર્સના પરિવારનું સન્માન

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કરાયેલા સ્વતંત્રતા પર્વની ઉજવણીને ભારે ઉત્સાહથી ઉજવી હતી. અને દેશપ્રેમની ભાવના વધારે મજબૂત કરી હતી.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article