Maharashtra political Crisis : મહારાષ્ટ્રના વધુ છ ધારાસભ્યો ગુરુવાર સવાર સુધી સુરત પહોંચશે, ચાર્ટર્ડ ફ્લાઈટથી ગુવાહાટી લઈ જવાશે

|

Jun 22, 2022 | 11:41 PM

Maharashtra political crisis : મહારાષ્ટ્રના(Maharashtra) વધુ 6 ધારાસભ્યો ગુરુવાર સવાર સુધી સુરત પહોંચશે. મહારાષ્ટ્રના ધારાસભ્યો રોડ માર્ગે 2-2ના ગ્રૂપમાં સુરત આવશે. તેમજ આ તમામ ધારાસભ્યો સુરતની લી-મેરીડિયન હોટલમાં રોકાશે

Maharashtra political Crisis : મહારાષ્ટ્રના વધુ છ ધારાસભ્યો ગુરુવાર સવાર સુધી સુરત પહોંચશે, ચાર્ટર્ડ ફ્લાઈટથી  ગુવાહાટી લઈ જવાશે
Surat Police Arrangment At La Maridian Hotel
Image Credit source: File Image

Follow us on

Maharashtra political Crisis : મહારાષ્ટ્રની(Maharashtra)  રાજકીય હલચલમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના વધુ 6 ધારાસભ્યો ગુરુવાર સવાર સુધી સુરત પહોંચશે. મહારાષ્ટ્રના ધારાસભ્યો રોડ માર્ગે 2-2ના ગ્રૂપમાં સુરત આવશે. તેમજ આ તમામ ધારાસભ્યો સુરતની લી-મેરીડિયન હોટલમાં રોકાશે.જ્યારે સવારે ચાર્ટર્ડ ફ્લાઈટથી તમામને ગુવાહાટી લઈ જવામાં આવશે.મહારાષ્ટ્રમાં રાજકીય સંકટની સ્થિતિ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ( Uddhav Thackeray)  બુધવારે કહ્યું હતું કે જો બળવાખોર ધારાસભ્યો તેમની પાસે આવશે અને તેમને પૂછશે તો તેઓ રાજીનામું આપી દેશે. જો કે આ દરમ્યાન  રાત્રે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સીએમ હાઉસ વર્ષાથી પોતાના સત્તાવાર નિવાસ સ્થાન માતોશ્રી  (Matoshri)  શિફ્ટ થયા  છે. આ દરમ્યાન મોટી સંખ્યામાં શિવસૈનિકો હાજર હતા.

આ પૂર્વે મહારાષ્ટ્રમાં સર્જાયેલ રાજકીય સંકટ વચ્ચે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે ફેસબુકના માધ્યમથી મહારાષ્ટ્રની પ્રજાને સંબોધન કર્યુ હતું. ઉદ્ધવ ઠાકરે કહ્યુ કે, શિવસેના બાળાસાહેબ ઠાકરેના વિચાર આધારિત છે. શિવસેનાએ હિન્દુત્વને તરછોડ્યુ નથી. હિન્દુત્વ શિવસેનાની ઘડકન છે. તેમણે એમ પણ કહ્યુ કે, તેઓ રાજીનામુ આપવા તૈયાર છે. ગુવાહાટી ગયેલા ધારાસભ્યો આવીને મારુ રાજીનામુ લઈને રાજ્યપાલને આપી શકે છે. હુ રાજીનામુ આપીને માતોશ્રી જતો રહીશ. પરંતુ શિવસેનાના સૈનિકોને કોઈ દગો ના આપે.

હું આજે રાજીનામું આપવા તૈયાર છુંઃ ઉદ્ધવ ઠાકરે

સીએમ ઉદ્ધવે કહ્યું કે પદ લેવા પાછળ માત્ર સ્વાર્થ નથી. રાજકારણ કોઈ પણ વળાંક લઈ શકે છે. મારા જ લોકો મને મુખ્યપ્રધાન પદ પર નથી ઈચ્છતા, તો હું શું કરી શકું ? જો તમે આ જ કહેવા માંગતા હતા તો મારી સામે બોલવામાં શું નુકસાન હતું. આ માટે સુરત જવાની શું જરૂર હતી ? જો તમે ઈચ્છો છો કે હું મુખ્યપ્રધાન ન બનું તો તે સારું છે. જો આમાંથી એક પણ ધારાસભ્ય મારી સામે આવીને કહે તો હું આજે રાજીનામું આપવા તૈયાર છું.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

શિવસૈનિકો સાથે દગો ન આપો: સીએમ ઉદ્ધવ ઠાકરે

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘હું મારું રાજીનામું તૈયાર રાખું છું. જે ધારાસભ્ય મને રાજીનામું આપવા માંગે છે તેમણે આવીને મને જણાવવું જોઈએ. હું તેમના હાથમાં રાજીનામું આપીશ. આ મારી મજબૂરી નથી. આવા અનેક પડકારો આવ્યા છે અને અમે તેનો સામનો કર્યો છે. શિવસૈનિકો મને દગો ન આપો. જો મારા પછી શિવસૈનિક મુખ્યમંત્રી બને તો હું આ ઈચ્છું છું.

 

Next Article