વકીલે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક નિયમના ભંગ બદલ PSIને સ્થળ પર જ ભરાવ્યો દંડ

|

Oct 31, 2021 | 11:24 PM

પોલીસને દંડ થવાની આવી જ ઘટના અમદાવાદમાં પણ બની ચુકી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એક જ દિવસમાં 50 વધુ પોલીસ કર્મચારીને દંડ ફટકારાયો હતો.

SURAT : સામાન્ય લોકો નિયમ તોડે તો દંડ થાય છે, પરંતુ પોલીસ વિભાગના કર્મચારીઓને કેમ દંડ થતો નથી.નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ બન્યા છે.આ સવાલો એટલા માટે ઉભા થયા છે કે, સુરતમાં એક એવી જ ઘટના બની છે.જ્યાં એક પોલીસ કર્મચારીને વકીલે કાયદાનું ભાન કરાવ્યું.સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બહાર રોંગ સાઈડમાં ઉભેલી ગાડી અને કાળા કાચ બદલ PSIને સ્થળ પર જ વકીલે દંડ ભરાવ્યો.સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI જેબલિયાની કાળા કાચવાળી કાર રોંગ સાઈડમાં પાર્ક હતી.જે બાદ વકીલે ટ્રાફિક વિભાગની વાહન ટો કરતી ગાડી બોલાવી, અને સ્થળ પર જ PSI પાસે રૂપિયા 1500નો દંડ ભરાવ્યો હતો.બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને PSI જેબલિયાએ પણ માફી માગી છે.

પોલીસને દંડ થવાની આવી જ ઘટના અમદાવાદમાં પણ બની ચુકી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એક જ દિવસમાં 50 વધુ પોલીસ કર્મચારીને દંડ ફટકારાયો હતો.ટ્રાફિક પોલીસે કમિશનર કચેરી, હેડ કવાર્ટર અને ડીસીપી કચેરીઓની બહાર સવારે 10થી 12 તેમજ સાંજે 4થી 6-30 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસની ટીમ ઉભી રાખી દેવામાં આવી હતી. હેડ કવાર્ટરમાં રહેતા પોલીસ કર્મચારીઓ જ્યારે હેલમેટ પહેર્યા વગર બહાર નીકળ્યાં તેવા સમયે 1000 રૂપિયાનો મેમો ફાડયો હતો. પ્રજાજનોનો 500 રૂપિયા મેમો થતો હોય છે. પણ, જે પોલીસ કર્મચારીઓએ નિયમભંગ કર્યા તેમને મેમો આપીને 1000 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : પોલીસ સુરક્ષા વગર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર ઓટો દ્વારા પહોચ્યા સિવિલ કોર્ટ, જાણો પછી શું થયું

આ પણ વાંચો : “છોકરો થયો છે” કહીને નર્સે પકડાવી દીધી બાળકી, પરિવારે હોસ્પિટલ પર બાળક બદલાવનો આરોપ લગાવ્યો

Published On - 11:24 pm, Sun, 31 October 21

Next Video