Surat: બિમાર દાદીની ખબર કાઢવા પહોંચી ગઈ બચ્ચા પાર્ટીની ફોજ, તબીબોએ કહ્યું ‘પ્રેમ સારો છે પણ સમય સારો નથી’

|

Jul 17, 2021 | 7:43 AM

દાદાની ખબર અંતર પૂછવા તેમના સાત પૌત્ર પૌત્રીઓ એકસાથે પહોંચી ગયા. સિવિલ હોસ્પિટલમાં એકસામટા આટલા બાળકોને જોઈને તબીબો અને નર્સ પણ ચોંકી ગયા.

Surat: બિમાર દાદીની ખબર કાઢવા પહોંચી ગઈ બચ્ચા પાર્ટીની ફોજ, તબીબોએ કહ્યું પ્રેમ સારો છે પણ સમય સારો નથી
બિમાર દાદીની ખબર કાઢવા પહોંચી ગયા પૌત્ર પૌત્રીઓ

Follow us on

Surat: દાદા દાદી અને પૌત્ર પૌત્રીઓ વચ્ચે પ્રેમનો સંબંધ એવો છે જેને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. આવા જ પ્રેમનું ઉદાહરણ શહેરની હોસ્પિટલમાં જોવા મળ્યું હતું. સુરતની સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital)માં જ્યાં સારવાર લઈ રહેલી બિમાર દાદીની ખબર કાઢવા પહોંચી ગયા સુરતના 7 પૌત્ર પૌત્રીઓ.

અમરોલી (Amroli) વિસ્તારમાં રહેતી 75 વર્ષીય રમીલાબેન પટેલ (Ramilaben Patel)ની તબિયત સારી ન હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રમીલાબેનની સારવાર સિવિલ હોસ્પિટલમાં બીજા માળે ચાલી રહી હતી.

જોકે તેમની ખબર અંતર પૂછવા તેમના સાત પૌત્ર પૌત્રીઓ એકસાથે પહોંચી ગયા. સિવિલ હોસ્પિટલમાં એકસામટા આટલા બાળકોને જોઈને તબીબો અને નર્સ પણ ચોંકી ગયા. બાળકોનો દાદી માટેનો પ્રેમ જોઈ તેમણે બાળકોને દાદી સાથે મળતા રોક્યા નહીં પણ મુલાકાત બાદ ટોકયા જરૂર. તબીબોએ બાળકોને પ્રેમથી સમજાવ્યા કે દાદી માટે તેમની લાગણી વ્યાજબી છે પણ હાલ આ પ્રેમ દર્શાવવાનો સમય નથી. કારણ કે કોરોના (Corona Virus)નો ખતરો હજી ગયો નથી. તેવામાં બાળકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

દાદીની ખબર પૂછવા આવનાર બાળકોની ઉંમર 2 વર્ષથી લઈને 8 વર્ષ સુધીની હતી. ડોકટરોએ જણાવ્યું કે ઘરનો કોઈ સભ્ય બિમાર હોય તો તેના હાલચાલ પૂછવા પરિવારના સભ્યો આવે છે પણ આ પહેલીવાર હશે કે જ્યારે બીમાર દાદીને જોવા માટે નાના નાના બાળકો આવ્યા હોય. આ પ્રેમ સારો છે પણ હાલ કોરોનાના સમયમાં બાળકોની તકેદારી રાખવી ખાસ જરૂરી છે.

ત્યાં જ દાદાએ પણ જણાવ્યું હતું કે બાળકો દાદીને મળવાની જીદ કરતા હતા. તેમને દાદી વગર રહેવાયું નહીં એટલે તેઓ તેમને સિવિલ લઈ આવ્યા. જોકે તબીબોની સમજાવટ પછી દાદા બાળકોને પરત ઘરે લઈ ગયા હતા અને બાળકોનું ધ્યાન રાખવાની ખાતરી આપી હતી.

 

આ પણ વાંચો: AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, શનિવારથી કોર્ટ કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમીંગ કરાશે

 

આ પણ વાંચો: Ahmedabad: ઉચ્ચ અધિકારીઓના આર્શીવાદથી મનપસંદ જીમખાનામાં જુગારધામ ચાલતુ હોવાની ચર્ચા, કેસની તપાસમાં ઉચ્ચ અધિકારીઓ સામે લેવાશે પગલાં?

Next Article