Surat : નકલી નોટના કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ, 8 અધિકારીઓની બે ટીમની રચના કરાઈ

|

Oct 06, 2022 | 9:48 AM

તપાસમાં વી.આર લોજિસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન આ સમગ્ર રેકેટ ચલાવતો હોવાનુ સામે આવ્યુ હતુ. આરોપી બનાવટી ટ્રસ્ટ ઉભું કરી ટેક્સમાં બેનિફીટના બહાને ઠગાઈ કરતા હતા.

Surat : નકલી નોટના કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ,  8 અધિકારીઓની બે ટીમની રચના કરાઈ
Fake note scam

Follow us on

ગુજરાત પોલીસે (Gujarat Police) મોટી કાર્યવાહી કરીને નકલી ચલણી નોટના (Fake Note)  કેસનો પર્દાફાશ કર્યો છે. ત્યારે કરોડોની નકલી નોટ કાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ACP, PI સહિત 8 અધિકારીઓની બે ટીમની રચના કરવામાં આવી છે.
મહત્વનું છે કે, અત્યાર સુધી દેશનું સૌથી મોટું નકલી કરન્સી કૌભાંડ છે. સુરત, મુંબઇ અને જામનગરથી હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.તો બીજી તરફ ઉત્તર ભારતમાં નકલી નોટ છાપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.વી.આર લોજિસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન આ સમગ્ર રેકેટ ચલાવતો હતો. આરોપી બનાવટી ટ્રસ્ટ ઉભું કરી ટેક્સમાં બેનિફીટના બહાને ઠગાઈ કરતા હતા.

તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

જોકે તપાસ દરમિયાન આ રેલો મુંબઇ (mumbai) પહોંચ્યો હતો અને વી.આર લોજિસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન આખું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો, આરોપીઓ બનાવટી ટ્રસ્ટ ઉભું કરીને ટેક્સમાં બેનિફીટ આપવાના બહાને વિવિધ કંપનીઓ સાથે ઠગાઈ કરતા હતા, તો ક્યારેક આરોપીઓ નકલી કંપની ઉભી કરીને કોઈ ટ્રસ્ટને મોટું ડોનેશન આપવાના બદલામાં કમિશન મેળવીને છેતરપિંડી આચરતા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ રીતે છેતરપિંડી આચરતા હતા

સમગ્ર બનાવની વાત કરીએ તો, 29 સપ્ટેમ્બરે સુરતના કામરેજ હાઈવે પર એમ્બ્યુલન્સમાં રાખેલા 6 બોક્સમાંથી 25 કરોડની નકલી ચલણી નોટો ઝડપી હતી.  સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સમાં ચાલાક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી 52 કરોડથી વધુની ચલણી નકલી નોટો મળી આવી હતી. અને ત્યાર બાદ પોલીસ તપાસનો રેલો ગુજરાત, મુંબઈ બાદ હવે દિલ્હી (Delhi)  સુધી પહોંચ્યો હતો. અને આ કેસના માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત 2 લોકોને મુંબઈથી ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે અલગ-અલગ જગ્યા પરથી કુલ 300 કરોડથી વધુની નોટો કબ્જે કરી છે. અત્યાર સુધી 6 લોકોની સુરત જિલ્લા પોલીસની (Surat Police) ટીમે ધરપકડ કરી છે અને કૌભાંડની વધુ તપાસ હાથધરાઈ છે..

Published On - 9:48 am, Thu, 6 October 22

Next Article