સુરત કોર્ટમાં આત્મઘાતી હુમલાના ફિરાકના પગલે બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડનું સઘન ચેકિંગ

ગતરોજ ડિસ્ટ્રીક્ટ જજ અને બાર એસોસિએશનના હોદ્દેદારોની મીટિંગ મળી હતી. જેમાં કોર્ટ પરિસરમાં સુરક્ષા ઘેરો મજબૂત કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જેથી ગતરોજ તાબડતોબ મેટલ ડિટેક્ટર મૂકી દેવાયુ હતુ.

સુરત કોર્ટમાં આત્મઘાતી હુમલાના ફિરાકના પગલે બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડનું સઘન ચેકિંગ
| Edited By: | Updated on: Jun 15, 2023 | 3:14 PM

Surat : એટીએસના હાથે ઝડપાયેલી સુરતની સુમેરાના ઇન્ટ્રોગ્રેશન દરમિયાન પોલીસે દાવો કર્યો હતો કે, તેણી સુરતની કોર્ટમાં (Surat Court)  આત્મઘાતી હુમલો (Fidayeen attack) કરવાની હતી. આ માટે જજ અને વકીલોની પણ રેકી કરી હતી. જેથી સુરક્ષાના મુદ્દે પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. કોર્ટ પરિસરમાં તપાસ વધારી દેવામાં આવી છે. આજે પોલીસની બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો-Cyclone Biparjoy Video: કચ્છમાં NDRFની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત, 46 હજારથી વધુ લોકોનું કરાવાયુ સ્થળાંતર

બેઠકમાં સુરક્ષા વધારવા નક્કી થયું

ગતરોજ ડિસ્ટ્રીક્ટ જજ અને બાર એસોસિએશનના હોદ્દેદારોની મીટિંગ મળી હતી. જેમાં કોર્ટ પરિસરમાં સુરક્ષા ઘેરો મજબૂત કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જેથી ગતરોજ તાબડતોબ મેટલ ડિટેક્ટર મૂકી દેવાયુ હતુ. ઉપરાંત હવે પોલીસ જવાનો પણ કેમ્પસમાં હાજર રહે છે. કોઇને પણ શંકાના આધારે ચેક કરવામાં આવે છે. સુરત ડિસ્ટ્રીક્ટ બારએસોસિએશનના પ્રમુખ પી.ટી.રાણાએ કહ્યુ કે હવે કોર્ટના મુખ્ય ગેટ પર બે હથિયારધારી પોલીસ કર્મી હાજર રહેશે.

સુરક્ષા મુદ્દે ચૂક નહીં ચલાવાય

પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આજે કોર્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફિદાઈન હુમલાની વાતને લઈને સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મેટલ ડિટેક્ટર લગાવવા સહિતના કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે. શંકાસ્પદના ચેકિંગ થઈ રહ્યાં છે. સાથે જ તમામ વ્યક્તિઓએ ઓળખકાર્ડ પણ બતાવવાનું રહેશે.

આ પણ વાંચો-  Breaking News : વાવાઝોડાને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી

તપાસમાં ઉચ્ચ અધિકારીઓ જોડાયા

આજે કોર્ટમાં કરવામાં આવેલી તપાસમાં પોલીસનો કાફલો જોડાયો હતો. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતાં. સાથે જ કોર્ટમાં કોઈ શંકાસ્પદ હિલચાલ કે વ્યક્તિ દેખાય તો તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ કોઈ જ પ્રકારની ચૂક ન રહે તે માટે પણ આદેશ કરવામાં આવ્યાં છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો