સુરતના ગોડાદરા ખાતે આવેલ સુમન ગંગા વિસ્તારમાં ચોકાવનારી ઘટના બની છે. જેમાં બાળકી ઉપર સાડીનું પોટલું પડતા ઈજા પહોચી છે. ટેક્સ્ટાઈલને લઇ સુરત શહેર એ ખુબ જાણીતું છે કારણ કે, અહી મોટાભાગના લોકો સાડીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે સુરતના ગોડાદરા ખાતે ફરી ચોકાવનારી ઘટના બની છે. જેમાં બિલ્ડીંગ ઉપરથી બાળકી ઉપર સાડીનું પોટલું પડતા અકસ્માત સર્જાયો છે. બિલ્ડીંગના ચોથા માળેથી આ પોટલું પડ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
સુરતમાં જોબ વર્ક કરતા લોકો દ્વારા આડેધડ પોટલા ફેકવાને લઇ અનેક ઘટના વારંવાર બનતી આવે છે. જેના કારણે રસ્તા પર ચાલતા રાહદારીઓ પર આવા પોટલા કે સમાન પડતા ઈજાઓ પહોચતી હોય છે. સુરતના ગોડાદરા ખાતે ફરી આવી ઘટના બનતા આસપાસના લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે. બિલ્ડીંગ ઉપરથી પોટલું પડતા બાળકી બેભાન થઇ હતી. જેના કારણે આસપાસ રહેલા લોકો ઘટના સ્થળ પર આવી પહોચ્યા હતા.
સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવી ઘટનાઓ બનતી આવે છે. પરંતુ હાલ જે ઘટના બની છે તેના સમગ્ર CCTV વિડીયો સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, એક બિલ્ડીંગ પરથી સાડી ભરેલા પોટલા ફેકવામાં આવી રહ્યા છે. જેમાં અચાનક જ એક બાળકી સોસાયટીમાં ચાલતી આવી રહી છે જે દરમ્યાન બિલ્ડીંગ ઉપરથી બાળકી ઉપર પોટલું પડે છે. સાડી ભરેલું પોટલું પડતા જ બાળકી ઢળી પડે છે અને અચાનક આ બાળકી બેભાન થતા આસપાસ રહેલા લોકોનું ટોળું ભેગું થઇ જાય છે.
આ પણ વાચો : સુરતમાં ખાડીની સમસ્યા મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણી લડાયક મૂડમાં, સ્થાનિકો સાથે રહી આંદોલનની ઉચ્ચારી ચીમકી
સાડીનો વ્યવસાય કરતા લોકો ઉચી ઈમારતો પરથી વહેલી તકે આ સાડીના પોટલા ઉતારવા માટે કોઈ પણ સાધન કે સીડીનો ઉપયોગ કર્યા વગર પોટલા સીધા નીચે ફેકતા હોય છે. પરંતુ આવી રોજ બરોજની ઘટના ક્યારેક કોઈનો જીવ લે તેવી પણ બની જતી હોય છે. હાલમાં સુરતના ગોડાદરા ખાતે સુમન ગંગા ખાતે બનેલી ઘટનામાં પોટલાનો વજન ઓછો હોવાથી બાળકી ફક્ત બેભાન થઇ હોવાનું જ સામે આવ્યું છે. ત્યારે આવી ઘટના સુરતના લોકો માટે લાલ ઘંટી સમાન છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…