સુરતમાં હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી થશે, પાલ અટલ આશ્રમમાં 4500 કિલો સવા મણ લાડુનો ભોગ ધરાવાશે

|

Apr 05, 2023 | 4:58 PM

Surat News : સુરતમાં આવેલા પાલ અટલ આશ્રમ ખાતે આ વર્ષે 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ અપર્ણ કરવામાં આવશે. જેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સુરતમાં હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી થશે, પાલ અટલ આશ્રમમાં 4500 કિલો સવા મણ લાડુનો ભોગ ધરાવાશે

Follow us on

6 એપ્રિલે હનુમાન જન્મોત્સવની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે, ત્યારે સુરત શહેરમાં પણ ધામધૂમથી હનુમાન જયંતી ઉજવાશે. સુરતમાં આવેલા પાલ અટલ આશ્રમ ખાતે આ વર્ષે 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ અપર્ણ કરવામાં આવશે. જેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- હનુમાન જયંતીની ઉજવણી માટે સાળંગપુર જવા ઈચ્છતા ભક્તો માટે આ રૂટ ને જાણી લેશો તો મુશ્કેલી નહી પડે

સુરતમાં ઉજવણીની તૈયારીઓ

આવતીકાલે હનુમાનજી જન્મોત્સવની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે, ત્યારે સુરત શહેર પણ આ ઉજવણીમાંથી બાકાત રહ્યું નથી. સુરત શહેરમાં આવેલા વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરોની અંદર રામધૂન, સુંદરકાંડ મહાપૂજા, મહાઆરતી, ભંડારા સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હનુમાનજીને ધરાવાશે 4500 કિલોથી વધુનો લાડુ

આવતીકાલે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે અને મંદિરો જય બજરંગ બલીના નાદ સાથે ગુંજી ઉઠશે. સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે પણ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેને લઈને અટલ આશ્રમમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, અહીં 4500 કિલો સવા મણ લાડુનો ભોગ હનુમાન દાદાને ધરવામાં આવશે.

1500 કીલી ચણાની દાળ, 2 હજાર કિલો ખાંડ, 70 તેલના ડબ્બા સુક્કો મેવો મળીને 4500 કિલોનો લાડુ તૈયાર થશે. આ ઉપરાંત અહી 2 હજાર કીલો બુંદી અને ગાઠીયા, 15 હજાર લીટર છાશ પૂરી, શાક, દાળ ભાત વગેરેનો પ્રસાદનું આયોજન અહીં કરવામાં આવ્યું છે.

વર્ષ 2004થી કરવામાં આવે છે લાડુ બનાવવાનું આયોજન

અટલ આશ્રમના મહંત બટુક ગીરી મહારાજે જણાવ્યું હતું કે આવતી કાલે હનુમાન જન્મોત્સવ નિમિતે 4500 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે, જે અહી દર્શન કરવા આવનાર ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવશે. મંદિરમાં સવારે 11 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. લાડુ બનાવવાનું આયોજન વર્ષ 2004થી કરવામાં આવ્યું છે.

વર્ષ 2004માં 551 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધીમે ધીમે વધારો થતો ગયો અને વર્ષ 2023માં 4500 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે. આ આયોજન અમે નહી પરંતુ સ્વયમ હનુમાન દાદા જ કરે છે. હનુમાન દાદા છે જ એટલે જ આ કાર્યકમ થાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article