દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત APMCમાં 14 ડિરેક્ટર્સ બિન હરીફ ચુંટાઇ આવ્યા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વરણી થઇ છે. ભાજપના તમામ ડિરેક્ટર્સ ચુંટાઈ આવ્યા હોવાથી ભાજપ તરફથી મેન્ડેટ આપીને પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેની વરણી કરવામાં આવી હતી. આજે સુરત એપીએમસીના પ્રમુખ પદ માટે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની વરણી કરવામાં આવી છે. જયારે ઉપ પ્રમુખ પદ માટે હર્ષદ પટેલની વરણી કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી સુરત APMC માર્કેટ ને લઈ વિવાદ માં ચાલી રહી હતી કારણ કે માર્કેટ ના જુના પ્રમુખ અને ઉપપ્રમુખ ને લઈ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ એક પછી એક ગુજરાતની મોટા ભાગની માર્કેટમાં ફેરબદલ થયા. ત્યાં સુરત APMC ની માર્કેટ પર સૌની નજર હતી. ત્યારે આખરે પ્રદેશ પ્રમુખના નજીકના વ્યક્તિ અને સુરત ચોર્યાસી બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈની નિમણુક થતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને વાર્ષિક 2500 કરોડથી વધુ ટન ઓવર ધરાવતી APMCના વ્યવસ્થાપક કમિટીની ચુંટણીમાં 10 ખેડૂત, મંડળી અને 04 વેપારીની મળીને 14 બેઠકો પર ચુંટણી થઇ હતી. આ ઉપરાંત પાલિકા, જિલ્લા રજીસ્ટાર અને સુરત જિલ્લા ખેતીવાડીની એક એક બેઠક મળીને કુલ 19 બેઠકો છે.
આ પણ વાંચો: Surat : બ્રેઈનડેડ પ્રિતેશ રાજભરના અંગદાનથી માનવતા મહેંકી, ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું
ઉલ્લેખનીય છે કે સંદીપ દેસાઈનું નામ અગાઉથી જ ચર્ચામાં હતું. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જનક બગદાણાવાળાએ તમામે તમામ ડિરેક્ટરોને રૂબરૂ મળી સાંભળ્યા હતા અને આજે સતાવાર રીતે પ્રમુખ પદ માટે સંદીપ દેસાઈ અને ઉપ પ્રમુખ પદ માટે હર્ષદ ભાઈ જીતુભાઈ પટેલ વરણી કરાઈ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…