હર્ષ સંઘવીના પુત્રના સોંગ પર ગોપાલ ઈટાલિયાએ ઉઠાવ્યા સવાલ, બાળકના ટેલેન્ટ પર રાજનીતિ કેમ ?
જોકે સવાલ એ પણ છે કે ચોવીસ ક્લાક રાજનીતિના માહોલમાં રહેતા નેતાઓ ભૂલકાઓના ગીત પર પણ રાજનીતિ કરવાનું છોડતા નથી. શું એક ગૃહપ્રધાનના બાળકને પોતાની કળા રજૂ કરવાનો હક્ક નથી.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના (Home Minister Harsh Sanghvi) પુત્ર આરૂષના વાયરલ થયેલા સોંગ પર હવે રાજનીતિ શરૂ થઈ છે. (AAP) આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia)ટ્વિટ કરીને હર્ષ સંઘવીના પુત્રના સોંગ પર સંખ્યાબંધ કટાક્ષ કરતા સવાલ પૂછ્યા છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કર્યું કે તું અમેરિકા જઈશ, થેપલા ખાઈ, દુનિયાની સારી હોટલમાં જઈશ એ બધું તો ઠીક છે પણ ગુજરાતની સરકારી શાળામાં ભણીશ કે નહીં ? કોઈ સરકારી નોકરીની લાઈનમાં લાગીશ કે નહીં કે પછી કે પછી બાપા મંત્રી છે એટલે આમ જ મોજ કરીશ ?
જોકે સવાલ એ પણ છે કે ચોવીસ ક્લાક રાજનીતિના માહોલમાં રહેતા નેતાઓ ભૂલકાઓના ગીત પર પણ રાજનીતિ કરવાનું છોડતા નથી. શું એક ગૃહપ્રધાનના બાળકને પોતાની કળા રજૂ કરવાનો હક્ક નથી. બાળકોની અંગત બાબતોમાં પણ ટ્વીટ કરી ગોપાલ ઇટાલીયા છીછરી રાજનીતિ કરી રહ્યાં તેવી ચર્ચા ચાલી રહી છે.
જો આ તમામ રાજનીતિથી દૂર ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને તેનો પુત્ર આરુષે હોળીની મજા માણી હતી. અને આરુષે ટીવીનાઇનના દર્શકો માટે આ ગીત ફરી એકવાર ગાયુ. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના દીકરાએ શાનદાર રેપ સોંગ થકી ગુજરાતી ગૌરવ ગાથાનું વર્ણન કર્યું છે. જેમાં ગુજરાત અને સુરતની અનેક વાનગીના વખાણ કરાયા છે. આરૂષ સંઘવી ઘરે કે સ્કૂલમાં હળવાશની પળો દરમિયાન રેપ સોંગ ગણગણતો રહે છે. આરૂષ સંઘવીનો રેપ સોંગનો વીડિયો પણ વાયરલ થયો છે.પિતા હર્ષ સંઘવીએ સંગીતના સૂર રેલાવતા પુત્ર પર ગર્વ અનુભવ્યો.
આ પણ વાંચો : Bhavnagar : 108માં મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, 108 સેવા ફરી એકવાર જીવનરક્ષક સાબિત થઈ
આ પણ વાંચો : 26 માર્ચે યાત્રાધામ વૃંદાવનમાં નીકળશે ભવ્ય રથયાત્રા, ભગવાન રંગનાથ ભક્તોની વચ્ચે આવશે અને આપશે દર્શન