સુરતમાં છેલ્લા 24 કલાકમાં ચાર આપઘાતના બનાવો સામે આવ્યા છે. યોગ્ય કામ નહીં મળતા ટેન્શનમાં આવીને પાંડેસરા અને સલાબતપુરામાં યુવાને આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. તથા લિંબાયતમાં બિમારીના કારણે યુવાને આપઘાત કર્યો બીજી તરફ સરથાણામાં વૃધ્ધે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે જેમાં સુરત જીલ્લામાં એક જ દિવસમાં 4 જેટલી આપઘાતની ઘટના સામે આવી છે.
નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ પાંડેસરામાં ભેસ્તાનમાં ગોલ્ડન આવાસમાં રહેતા 30 વર્ષના સલમાન બાદશાહ કુરેશી ઘરમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુકાવ્યુ હતું. પરિવારના સભ્યોની નજર પડતા નીચે ઉતારીને સારવાર માટે નવી સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યું કે, તે અગાઉ ટેમ્પો ચલાવતો હતો. પરંતુ વર્તમાન સમયમાં યોગ્ય કામ નહીં મળતા ટેન્શનમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા રહેલી છે.
આ ઉપરાંત સલાબતપુરમાં અકબર શહીદનો ટેકરા પાસે રહેતો 22 વર્ષનો સમીર કાદરી શેખે ઘરમાં છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુકવ્યું હોવાની ઘટના બની છે. પોલીસે જણાવ્યું હતું કે, સમીર અગાઉ જરી કામ કરતો હતો. પરંતુ લોકડાઉન પછી તેને યોગ્ય કામ નહીં મળતા આ પગલુંભર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્રીજા બનાવની વાત કરીયે તો લિંબાયતમાં શિવકૃપા સોસાયટીમાં રહેતા 32 વર્ષના વિનોદ બાબુલાલ વૈધ્યએ ઘરના પતરાના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. વિનોદને અકસ્માત થયા બાદ બિમાર રહેતા હોવાથી પગલુભર્યું હોવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચો : લુમ્સના કારખાનામાં કરંટ લાગતા યુવકનું મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ Video
જ્યારે ચોથી ઘટના કે જેમાં સરથાણામાં શ્યામધામ મંદિર પાસે ખોડીયારનગરમાં રહેતા 71 વર્ષના બાબુભાઇ વસરામભાઇ દોડા રવિવારે સવારે ઘરમાં ઝેરી દવા પી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે કહ્યુ કે, તેમને હૃદયના 4 કરતા વધુ હુમલા આવ્યા હતા. જોકે, તે બિમારીથી કટાંળીને આ પગલુભર્યું હોવાની શક્યતા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:08 pm, Mon, 8 May 23