Surat: ફૂડ વિભાગ એક્શન મોડમાં, શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી અધિકારીઓ દ્વારા આજે શહેરના તમામ ઝોનની અંદર 17 જગ્યાએથી ઘીના નમુના લેવામાં આવ્યા છે. રીપોર્ટમાં કોઈ ખામી બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

Surat: ફૂડ વિભાગ એક્શન મોડમાં, શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
| Edited By: | Updated on: Jun 03, 2023 | 10:37 PM

Surat: ફૂડ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાંથી ઘીનું ઉત્પાદન સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓમાં સ્થળ તપાસ કરી 17 જગ્યાએથી ઘીના નમુના લેવામાં આવ્યા છે અને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો રીપોર્ટમાં કોઈ ખામી બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા આજે શહેરના તમામ ઝોનની અંદર આવતા અલગ અલગ વિસ્તાર જેવા કે કતારગામ, ગોપીપુરા, મગોબ, સરથાણા, અડાજણ સહિતના વિસ્તારમાંથી અલગ અલગ અલગ ટીમ બનાવીને ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી હતી અને 17 સંસ્થાઓમાંથી નમુના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને જો રીપોર્ટમાં કોઈ ખામી બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. અગાઉ ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમ, કેરીના રસ, મરી મસાલા, પનીર સહિતના નમુના લેવામાં આવ્યા હતા અને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા તેમજ રીપોર્ટમાં ધારા ધોરણ મુજબ માલુમ ન પડે તે સંસ્થા સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પનીર વેચાણ કરતી 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ થયા હતા. પનીરના સેમ્પલ લેબોટરીમાં નિષ્ફળ સાબિત થયા હતા.

આ પણ વાંચો : ભાભરમાં બે વર્ષથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, મૃતદેહનો કેનાલમાં નિકાલ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો, જુઓ Video

હાલમાં ફરીથી ફૂડ વિભાગ દ્વારા શહેરી વિસ્તારોમાં ઘીને લઈ ચેકિંગ હાથ ધર્યું છે. 17 અલગ અલગ જગ્યાઓના સેમ્પલ લીધા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે. વિવિધ દુકાનોમાંથી ફૂડ વિભાગે કાયદેસરની રીત અનુસાર ઘીના સેમ્પલ લઈ લેવાયા હતા. તેને સીલ કરી લેબમાં મોકલવામાં આવ્યા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો