Education: ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓ માત્ર 5 દિવસનું વેકેશન ભોગવી શકશે! જાણો કારણ

ધો.11-12 સાયન્સનો સિલેબસ એટલો લાંબો હોય છે કે સામાન્ય શિડ્યુલમાં તેને પૂર્ણ કરવો મુશ્કેલ બની રહે છે . ધો.11-12 સાયન્સ પાઠ્યક્રમ ઉપરાંત નીટ , જેઇઇ , ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાઓનું પણ કોચિંગ આપવાનું હોય છે.

Education: ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓ માત્ર 5 દિવસનું વેકેશન ભોગવી શકશે! જાણો કારણ
study of 11 sciences starts from 15th April(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 9:35 AM

ગુજરાત બોર્ડની (Board)ધો .10ની છેલ્લી પરીક્ષા તા .9મી એપ્રિલના રોજ પૂર્ણ થશે એ પછી વિદ્યાર્થીઓ(Students) માંડ પાંચેક દિવસનું વેકેશન (vacation) ભોગવી શકશે કેમકે સુરત શહેરની મોટા ભાગની હાયર સેકન્ડરી સાયન્સ સ્કુલોએ તા .15 એપ્રિલથી ધો.11 સાયન્સનો અભ્યાસ શરૂ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. સાયન્સમાં એવા જ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે જેઓ અભ્યાસમાં તેજસ્વી હોય અને તેમનું ધો .10 નું પરીણામ માત્ર ઔપચારીક બની રહેતું હોય છે. શહેરમાં બે – પાંચ નહીં, પરંતુ, મોટાભાગની સાયન્સ સ્કુલો તેમજ કોચિંગ ઈન્સ્ટીટ્યુટ્સ દ્વારા ચાલુ મહિનાથી જ ધો .11 સાયન્સના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરી દેવાની જાહેરાત કરી દીધી છે.

શહેરમાં 500થી વધુ સ્કુલો છે, જે હાયર સેકન્ડરી એજ્યુકેશન સાથે સંકળાયેલી છે. આ પૈકી 200 જેટલી સ્કુલો સાયન્સનું હાયર સેકન્ડરી શિક્ષણ આપે છે. મોટાભાગની સાયન્સ સ્કુલો સેલ્ફ ફાઈનાન્સ અને પ્રાઈવેટ પ્રકારની છે. સાયન્સની પ્રાઈવેટ સેલ્ફ ફાઈનાન્સ હાયર સેકન્ડરી સ્કુલોને સરકારી નીતિ નિયમો કે સમયપત્રક સાથે કોઈ લેવા દેવા નથી. શાળા સંચાલકો પોતાની રીતે સમયપત્રક તૈયાર કરીને તેનો અમલ કરી દે છે. એ મુજબ જ આગામી 9મી એપ્રિલના રોજ ધો .10ની બોર્ડની અંતિમ વિષયની પરીક્ષા પૂરી થયાના એક સપ્તાહમાં જ પ્રાઇવેટ હાયર સેકન્ડરી સાયન્સ સ્કુલોમાં ધો .11નો અભ્યાસ શરૂ કરી દેવાની જાહેરાત પરીક્ષા પહેલાથી કરી દેવામાં આવી હતી .

રિદ્વીબેન પટેલ ધો .10 ની એક વિદ્યાર્થિનીના માતા છે અને તેમની દિકરી જે સ્કુલમાં અભ્યાસ કરે છે એ સ્કુલે તા .15 મી એપ્રિલથી ધો .11 સાયન્સના ઓરીએન્ટેશન ક્લાસીસ શરૂ કરી દેવા માટે જાહેરાત કરી દીધી છે અને જેમણે જોડાવું હોય તેમને વહેલો તે પહેલોના ધોરણે રજિસ્ટ્રેશન કરાવવા કહ્યું હતું. રિદ્ધીબેને પણ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. તેમણે કહ્યું કે જો આમાં વિલંબ કરવામાં આવે તો પછી સારી સ્કુલ કે સારા કોચિંગ ક્લાસમાં જગ્યા રહેતી નથી. પાછળથી પ્રવેશ મેળવવો મુશ્કેલ બની જાય છે એટલે અત્યારથી જ અમે તો બુકિંગ કરાવી દીધું છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વરાછા વિસ્તારની પ્રાઈવેટ હાયર સેકન્ડરી સાયન્સ સ્કુલના સંચાલકે કહ્યું કે ધો.11-12 સાયન્સનો સિલેબસ એટલો લાંબો હોય છે કે સામાન્ય શિડ્યુલમાં તેને પૂર્ણ કરવો મુશ્કેલ બની રહે છે. ધો.11-12 સાયન્સ પાઠ્યક્રમ ઉપરાંત નીટ , જેઇઇ , ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાઓનું પણ કોચિંગ આપવાનું હોય છે, અધૂરામાં પૂરું જેઈઈ જેવી પરીક્ષા તો હવે બોર્ડની પરીક્ષા લેવાય એ પહેલા ફેબ્રુઆરીમાં લેવાનું શરૂ થયું છે. એટલે સાયન્સ સ્કુલોએ કોર્સ પૂર્ણ કરવા માટે પણ વહેલી શરૂઆત કરવી પડે છે અને એટલે જ પરીણામની રાહ જોયા વગર સાયન્સ સ્કુલોમાં ચાલુ મહિનાથી જ શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે.

નીટ , જેઈઈ , ગુજકેટ જેવી પરીક્ષાને લીધે વહેલું કોચિંગ

ધો .10નું પરીણામ જાહેર થવા પહેલા જ ધો .11 સાયન્સનું શિક્ષણ હાયર સેકન્ડરી સાયન્સ સ્કુલો તેમજ કોચિંગ ઈન્સ્ટીટ્યુટ્સ દ્વારા શરૂ કરી દેવામાં આવે છે. આવું કરવા પાછળ રહેલા કારણોની તપાસ કરાતાં જાણવા મળ્યું કે જેઇઇ , નીટ , ગુજકેટ , બીટ્સ પીલાની , આઇસર , નાઇસર , નાટા વગેરે જેવી પ્રવેશ પરીક્ષાઓનું કોચિંગ પણ આપવું પડે છે. તદુપરાંત બોર્ડનો સિલેબસ પણ ભણાવવાનો હોય છે, આથી મોટાભાગની સ્કુલો વહેલું શિક્ષણ આપવાનું શરૂ કરી દે છે તેમજ ઘણી સ્કુલો એટલા માટે પણ વહેલું શિક્ષણ શરૂ કરે છે કેમ કે તેમના ધો .10ના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓ સ્કોલરશીપ કે અન્ય લોભપ્રલોભન આપીને અન્યત્ર ઘસડી ન જાય તે માટે જેવી દસમા ધોરણની પરીક્ષા પૂરી થાય એટલે તરત જ ધો .11 નો અભ્યાસ શરૂ કરાવી દે છે .

આ પણ વાંચો : Surat : વાલીઓ પર મોંઘવારીનો બેવડો માર, સંતાનોના શિક્ષણ ખર્ચમાં બમણો વધારો

આ પણ વાંચો :  Surat : કોર્પોરેશનના શિક્ષકોએ ગ્રેડ પેના ઝડપી અમલ માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">