કોરોના(Corona ) મહામારી સમયે જીવના જોખમે ફરજ બજાવનાર અને સિવિલ(Civil ) હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ સહિત આશરે 500 કરતાં વધુ કર્મચારીઓને માર્ચ મહિનાનો પગાર (Salary )થયો નથી. જેથી કારમી મોંઘવારીના સમયે તેમના પરિવારનો જીવન નિર્વાહ કરવો મુશ્કેલરૂપ બન્યુ છે. વારંવાર પગાર બાબતે તંત્ર દ્વારા અખાડા કરવાથી કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. રાજય સરકાર દ્વારા સંચાલિત નવી સિવિલ હોસ્પિટલમાં રોજીંદા ઘણા ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવે છે. આ દર્દીઓના વોર્ડની સફાઇ, સારવાર સહિત જુદા જુદા વોર્ડમાં ફરજ બજાવવામાં આશરે 500 કરતાં વધુ કર્મચારીઓ ખડેપગે હાજર હોય છે. તેમજ લેબ ટેકનીશ્યન, કોમ્યુટર ઓપરેટર સહિત પણ કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવે છે.
આ કર્મચારીઓનો માર્ચ મહિનાનો પગાર નહીં થવાથી તેઓ હાલાકીનો ભોગ બન્યા છે. એક તરફ મોંઘવારી વધી રહી છે, ત્યારે કર્મચારીઓના પગાર નહીં થતાં રોષ ફેલાયો છે. અગાઉ અનેકવાર સિવિલ હોસ્પિટલમાં પગાર બાબતે હડતાલ પણ પાડવામાં આવી હતી. ત્યારે આજે ફરીવાર પગાર સમયસર નહીં થતાં કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પગાર મોડો થવા અંગે સિવિલ હોસ્પિટલના એકાઉન્ટ વિભાગ અને કોન્ટ્રાકટર વચ્ચે સંકલનના અભાવે મોડું થઈ રહયુ છે. જે અંગે નિરાકરણ આવે એવી માંગણી કર્મચારીઓએ કરી છે.
કર્મચારીઓનું કહેવું છે કે એપ્રિલ મહિનો અડધો પૂરો થવા આવ્યો છે. છતાં હજી અમને માર્ચ મહિનાનો પગાર મળ્યો નથી. જેને કારણે પરિવારનું ગુજરાન ચલાવવા મુશ્કેલી પડી રહી છે. અમે અસંખ્ય વખત સત્તાધીશોનું આ બાબતે ધ્યાન પણ દોર્યું છે. છતાં પણ એકાઉન્ટ વિભાગ અને કોન્ટ્રાકટર વચ્ચે કોઈ તાલમેલ દેખાતો નથી. જેના કારણે કર્મચારીઓને પીસાવાનો વારો આવ્યો છે. જો આવનારા એકાદ બે દિવસ સુધી આ બાબતે કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો પગારના મુદ્દે ફરી અમને હડતાલનું શસ્ત્ર ઉગામવું પડે તેવું લાગી રહ્યું છે.
તો બીજી તરફ આ મામલે સિવિલના સત્તાધીશોએ મૌન સેવ્યું છે. કર્મચારીઓને પગાર હજી કેમ નથી કરવામાં આવ્યો તે બાબતે કોઈ બોલવા તૈયાર નથી. જોકે સિવિલના સૂત્રોનું માનીએ તો સત્તાધીશો આ મામલે ધ્યાન આપી રહ્યા છે અને આવનારા એક બે દિવસમાં કર્મચારીઓની આ સમસ્યાનું નિરાકરણ આવી જશે તેવું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Surat: હિન્દુ તરફી પોસ્ટ મુકવા બદલ બંજરંગ દળના કાર્યકરો પર વિધર્મીઓનો હુમલો, 3 ઘાયલ
આ પણ વાંચોઃ Surat : પુણા વિસ્તારમાં તૈયાર થયેલા લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મુહૂર્તની જોવાતી રાહ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો