સુરતમાં 26 ડિસેમ્બરે સાયક્લોથોન સ્પર્ધા, સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવશે

|

Dec 22, 2021 | 9:38 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.૨૬મી ડિસેમ્બરના રોજ સવારે ૭.૩૦ વાગ્યે ભગવાન મહાવીર એજયુકેશન ફાઉન્ડેશન, વેસુ ભરથાણા, ખાતે રાજ્ય કક્ષાની ‘ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને ફ્લેગ ઓફ કરાવશે.

સુરતમાં 26 ડિસેમ્બરે સાયક્લોથોન સ્પર્ધા, સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવશે
Surat Cyclothon

Follow us on

ગુજરાતના(Guajrat)  દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવે, શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે  તે માટે સરકારના આરોગ્ય વિભાગ(Health Department)  દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે સુરતના(Surat)  આંગણે તા.૨૬મી ડિસેમ્બરના રોજ રાજયકક્ષાની ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર ઓર્ગેનાઈઝેશન, રજીસ્ટ્રેશન, પાર્ટેસિપેશન, ક્રાઉડ મેનેજમેન્ટ, હાઈડ્રેશન પોઈન્ટ કમિટી જેવી વિવિધ સમિતિઓની રચના કરી કામગીરી સોપવામાં આવી હતી
.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા.૨૬મી ડિસેમ્બરના રોજ સવારે ૭.૩૦ વાગ્યે ભગવાન મહાવીર એજયુકેશન ફાઉન્ડેશન, વેસુ ભરથાણા, ખાતે રાજ્ય કક્ષાની ‘ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને ફ્લેગ ઓફ કરાવશે. સંભવત ૧૦ અને ૩૦ કિ.મી.ના રૂટ નિર્ધારીત કરવામાં આવ્યા છે. જેમાં સાયકલિસ્ટોએ વધુમાં વધુ ભાગ લેવા માટે https://www.townscript.com/e/fit-india-fit-gujarat-cyclothon-223144   લીક પર રજીસ્ટ્રેશન કરાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઇવેન્ટમાં શહેરના વિવિધ સાઈકલીંગ ગૃપો, હેલ્થ વિભાગના ડોકટરો, કોલેજના વિદ્યાર્થીઓ, જી.આઈ.ડી.સી., પોલીસ, મહાનગરપાલિકા તથા અન્ય વિભાગોના કર્મયોગીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ઉજવવામાં આવશે નદી મહોત્સવ, સાબરમતી, તાપી અને નર્મદા નદીના તટ પર કાર્યક્રમોનું આયોજન

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ પણ વાંચો : અસિત વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી

Next Article