Cyclone Biparjoy : સુરતના સુવાલી બીચના દરિયામાં કરંટ દેખાયો, ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

|

Jun 10, 2023 | 11:56 AM

સંભવિત Cyclone Biparjoy ત્રાટકવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરએ આદેશ કર્યો છે.

Cyclone Biparjoy : સુરતના સુવાલી બીચના દરિયામાં કરંટ દેખાયો, ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

Follow us on

Cyclone Biparjoy જેમ જેમ દરિયા કિનારાની નજીક આવી રહ્યું છે. તેમ તેની અસર પણ દેખાઈ રહી છે. દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે. સુરત (Surat) સુવાલી બીચ પર ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્રણ દિવસ માટે સુવાલી અને ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને સુરત જિલ્લાના કાંઠા વિસ્તારના 42 ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Junagadh : Cyclone Biparjoy ની અસરના કારણે ગિરનારમાં રોપવે બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે શરૂ કરાશે

બીચ પર પોલીસ કાફલો ગોઠવાયો

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત Cyclone Biparjoy ત્રાટકવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરએ આદેશ કર્યો છે.

IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ
અભિનેત્રી એક કે બે નહીં પણ 4 બિઝનેસ સંભાળી રહી છે, જુઓ ફોટો
4 રુપિયાના ખર્ચમાં મળી રહ્યો 90 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ ડેટાનો લાભ
ધોની IPL ઈતિહાસમાં 200 થી વધુ કેચ પકડનાર પહેલો ખેલાડી બન્યો

તો બીજી હાલમાં એસ.ડી.આર.એફ.ની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.બીપોર જોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લાનું તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત શહેરના વાતાવરણમાં અસર પણ દેખાઈ રહી છે. તો બીજી તરફ દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. ડુમસ અને સુંવાલી બીચ પર પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. બીચ હાલ સુમસાન નજરે પડી રહ્યા છે.

SDRFની ટીમ સ્ટેન્ડ બાય

ઇન્ચાર્જ કલેકટર બી.કે. વસાવાએ જણાવ્યું હતું કે હાલમાં વાવાઝોડું પોરબંદરથી 880 કિલોમીટર જેટલું દુર છે. જે દક્ષિણ ગુજરાત સુધી 11 અને 12 જૂન સુધી પહોચવાની શક્યતા છે. જેથી સુરત જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જ છે. વાવાઝોડાની શક્યતાને લઈને અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા પણ સૂચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત માછીમારોને દરિયામાં નહી જવા માટેની સૂચના પણ અગાઉથી જ આપી દેવામાં આવી છે. જે માછીમારો દરિયામાં ગયા હતા તેઓને પણ પરત બોલાવી લીધા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના દરિયાકાંઠાના 42 ગામો સૌથી પહેલા અસરગ્રસ્ત થતા હોય છે ત્યાં અમે સતત નજર રાખી રહ્યા છે. હાલમાં એસ.ડી.આર.એફ.ની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલમાં કોઈ બીચ બંધ કરવામાં આવ્યા નથી પરંતુ જરૂર જણાશે તો બીચ બંધ પણ કરવામાં આવશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article