Crime News: CCTVમાં કેદ થયા સુરતના મહીધરપુરા વિસ્તારમાં થયેલી લૂંટના દ્રશ્યો

|

May 19, 2022 | 1:15 PM

આ બાબતે સુરત પોલીસ (Police) દ્વારા પણ એક સૂચિપત્ર જાહેર કર્યો હતો જેમાં લોકોને સાવચેત રહેવા માટે જાહેરાત કરી છે કારણ કે હાલમાં શહેરના કેટલાક વિસ્તારોમાં ચિટિંગ કરતી ચાર પાંચ લોકોની ગેંગ સક્રિય છે.

Crime News: CCTVમાં કેદ થયા સુરતના મહીધરપુરા વિસ્તારમાં થયેલી લૂંટના દ્રશ્યો
Loot caught in CCTV(File Image )

Follow us on

સુરત(Surat ) ના મહિધરપુરા વિસ્તારમાં ધોળે દિવસ લૂંટ(Loot ) થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક કર્મચારી(Employee ) એક વેપારીને 4 લાખ વધુ રૂપિયા આપવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન 5 જેટલા લૂંટારુએ તેને આંતરીને પૈસા ભરેલ બેગ આચકીને ફરાર થઇ ગયા હતા. જોકે લૂંટ કરનારા પાંચેય ઈસમો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે જે જોતા લોકો એ પણ સાવચેતી રાખવી જરૂરી છે.

સુરતમાં લૂંટારુંને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ધોળે દિવસે અવનવા કસબ અજમાવીને લૂંટારુઓ લૂંટ કે સ્નેચિંગને અંજામ આપી રહ્યા છે. બનાવ એમ હતો કે ફરિયાદીના શેઠ દ્વારા ફરિયાદીને બુધવારના રોજ 4લાખ 65 હજાર રૂપિયા ક્રિષ્ના બોર્ડિંગનાના વેપારીને આપવા મોકલ્યા હતા. તે દરમિયાન ફરિયાદી પૈસા ભરેલું બેગ લઈને હીરા બજાર જદા ખાડી મેઈન રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.

ત્યારે પાંચ જેટલા લૂંટારું એ ફરિયાદીને ટાર્ગેટ કર્યો હતો અને બાદમાં ફરિયાદીને આતરી લઈને અવનવા કસમ અજમાવીને ફરિયાદીની નજર ફેરવીને હાથમાં રહેલ રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા. જોકે લૂંટ કર્યા બાદ પાંચેય આરોપી હીરા બજારમાંથી પગપાળા જઈ રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાલ તો મહિધરપુરા પોલીસ ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આ બાબતે સુરત પોલીસ દ્વારા પણ એક સૂચિપત્ર જાહેર કર્યો હતો જેમાં લોકોને સાવચેત રહેવા માટે જાહેરાત કરી છે કારણ કે હાલમાં શહેરના કેટલાક વિસ્તારોમાં ચિટિંગ કરતી ગેંગ આખી ચાર પાંચ લોકોની ગેંગ સક્રિય છે. જે પહેલા ટાર્ગેટ કરી વ્યક્તિને રેકી કરી નજર ચૂકવીને કોઈને કોઈ રીતે કિંમતી વસ્તુ કે રોકડની ચોરી કરતા હોય છે.

આવો એક બીજો બનાવ સામે આવ્યો જેમાં ફરિયાદી રૂપિયા લઈને જઈ રહ્યો ત્યારે આયોજન પૂર્વક વ્યક્તિને આજુબાજુ ધેરીને ધભા પર ટક્કર મારી તેમને કોઈ પાછળ બોલાવે છે તેમ કહી બીજો વ્યક્તિ બેગનું સ્નેચિંગ કરી જતો રહે છે. સીસીટીવીમાં દેખાતી આખી ટોળકી ગાયબ થઈ ગઈ હતી અને ફરિયાદીને ખ્યાલ આવે તે પહેલા તો બધા ભાગી જાય છે. આ ઘટના અને ખટોદરા વિસ્તારમાં જે એક ઘટના પણ સામે આવી જે જોતા શહેરી જનો દ્વારા ખાસ ધ્યાન રાખવું જરૂરી છે લોકો થોડા સાવચેત રહેશે તો આવા બનાવો અટકાવી શકાશે.

Next Article