Crime News : કતારગામમાં બુકાની બાંધીને આવેલા લૂંટારુઓ કારખાનેદારને ધક્કો મારી 8 લાખના ડાયમંડ લૂંટી ફરાર

|

Sep 13, 2022 | 7:49 AM

આરોપીઓ ક્યાંથી આવ્યા, કોઈ જાણભેદુ હતા કે કેમ તેમજ લૂંટ માટે તેઓએ કઈ મોડેસ ઓપરેન્ડી વાપરી છે, તે તમામ બાબતોને લઈને પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

Crime News : કતારગામમાં બુકાની બાંધીને આવેલા લૂંટારુઓ કારખાનેદારને ધક્કો મારી 8 લાખના ડાયમંડ લૂંટી ફરાર
Katargam loot (File Image )

Follow us on

સુરતના (Surat ) કતારગામ જેરામ મોરાની વાડીમાં એક હીરાના(Diamond ) વેપારીને ધક્કો મારીને 8 લાખના હીરાની લૂંટ (Loot ) ચલાવવામાં આવતા કતારગામ પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તત્ક્લીક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જ્યારે આ આખી લૂંટની ઘટનામાં એક નહિ બે નહિ પણ પાંચ જેટલા ઈસમો સામે હોવાનું સીસીટીવી માં સામે આવ્યું હતું. જેથી સીસીટીવીના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં હીરા બજારમાં એક વેપારી ને આતરી કેટલાક ઈસમો ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટના ની વાત કરવામાં આવે તો શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા વેપારી કનૈયાલાલ પ્રજાપતિ જેરામમોરામની વાડીમાં હીરાનુ કારખાનુ ચલાવે છે. દરરોજની માફક તેઓ સોમવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં કારખાનુ બંધ કરી ઘરે જઇ રહ્યા હતા. તેઓ કારખાનાની નીચે પહોંચ્યા ત્યારે એક અજાણ્યાએ તેઓને ધક્કો મારી દીધો હતો અને તેમના હાથમાંથી અંદાજીત આઠ લાખની કિંમતના હીરાની આંચકી લીધા હતા.

હુમલો કર્યા બાદ લૂંટારૃઓએ તેને કોઈ ઘેનયુક્ત પદાર્થ સૂંઘાડી દીધો હતો. કનૈયાલાલ કંઇ સમજે તે પહેલા આ અજાણ્યો ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે કનૈયાલાલએ કતારગામ પોલીસમાં ફરિયાદ કરતા તાત્કાલિક કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી. ગોહિલ સહિતનો સ્ટાફ ધટના સ્થળે પહોંચ્યો હતો. અને પોલીસે કનૈયાલાલની ફરિયાદ લઇને કારખાનાની આજુબાજ લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે .સીસીટીવી જોતા ખ્યાલ આવ્યો હતો કે લૂંટની આ ઘટનામાં એક બે નહીં પણ પાંચ જેટલા લોકો સામેલ હતા.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ પાસે હાલ ફક્ત સીસીટીવી જ એક માત્ર કડી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓ ક્યાંથી આવ્યા, કોઈ જાણભેદુ હતા કે કેમ તેમજ લૂંટ માટે તેઓએ કઈ મોડેસ ઓપરેન્ડી વાપરી છે, તે તમામ બાબતે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Next Article