Crime : મહિધરપુરાના હીરા દલાલને ધક્કો મારી લૂંટ ચલાવનાર યુવકની ધરપકડ

|

Sep 01, 2022 | 11:16 AM

અવારનવાર ચોરી અને લૂંટની(loot ) ઘટના ન બને અથવા મોટી કોઈ દુર્ઘટનાના બને તેમને ધ્યાનમાં રાખીને દિવાળીના તહેવાર પહેલા જ પોલીસે સજાગ રહી અને આ બાબતે વિચારવાનું રહેશે.

Crime : મહિધરપુરાના હીરા દલાલને ધક્કો મારી લૂંટ ચલાવનાર યુવકની ધરપકડ
Arrest of the youth who pushed and robbed the diamond broker of Mahidharpura

Follow us on

સુરત(Surat ) મહિધરપુરાના પાટીદાર ભવન પાર્કિંગમાં હીરા(Diamond ) દલાલના હાથમાંથી રૂા.21 હજારની કિંમતના હીરા ભરેલી થેલી ઝૂંટવીને ભાગી રહેલા યુવકને લોકોએ જ પકડી પાડ્યો હતો. હીરા દલાલે બુમાબુમ કરતા લોકોએ ભેગા થઇને લૂંટ કરતા યુવકને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. સુરત શહેરના કતારગામ ગંગા નગર સોસાયટી પાસે રહેતા અશોકભાઈ છગનભાઈ કાકડિયા હીરા દલાલ તરીકે કામ કરે છે. ગત 30મીના રોજ તેઓ સેફમાં મુકેલા હીરા લઈને મહિધરપુરા પાટીદાર ભવનના પાર્કિંગમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક ઇસમ ત્યાં આવ્યો હતો અને અશોકભાઇના હાથમાંથી બેગ ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાન અશોકભાઇએ બુમાબુમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા અને યુવકને પકડી પાડ્યો હતો. આ યુવકનું નામ પુછતા તે કતારગામ આંબાતલાવડી પાસે રહેતો શૈલેષ જીવરાજભાઇ પાટડીયા હોવાનું બહાર આવ્યું હતું. લોકોએ શૈલેષને માર મારીને મહિધરપુરા પોલીસને જાણ કરી તેઓને સોંપી દીધો હતો. મહિધરપુરા પોલીસે શૈલેષની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દિવાળીના સમયમાં ખાસ તકેદારીની જરૂર :

ખાસ કરીને સામે દિવાળી નો તહેવાર આવી રહ્યો છે ત્યારે હીરા બજાર ની અંદર વેપારીઓએ પોતાના કીમતી હીરા અને રોકડ રકમની હેરાફેરી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે કારણ કે દિવાળીના એક બે મહિના પહેલાથી ચોરી અને લૂંટની ઘટના બનતી હોય છે. જેથી વરાછા પોલીસ અને મધરપુરા પોલીસ દ્વારા આ બાબતે હીરા બજાર ની અંદર પેટ્રોલિંગ વધારવું પણ મહત્વનું રહેશે. કારણ કે અવારનવાર ચોરી અને લૂંટની ઘટના ન બને અથવા મોટી કોઈ દુર્ઘટનાના બને તેમને ધ્યાનમાં રાખીને દિવાળીના તહેવાર પહેલા જ પોલીસે સજાગ રહી અને આ બાબતે વિચારવાનું રહેશે.

Next Article