કોરોના અપડેટ : સુરત અને ગ્રામ્યમાં કોરોનાના કેસોની સંખ્યા અડધી સદીને પાર

|

Jun 23, 2022 | 9:52 AM

નવી સિવિલ(Civil ) હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના ટીબી અને ચેસ્ટ વિભાગના ડો.ચિંતન પટેલ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

કોરોના અપડેટ : સુરત અને ગ્રામ્યમાં કોરોનાના કેસોની સંખ્યા અડધી સદીને પાર
Corona Cases in Surat Rural (File Image )

Follow us on

સુરત(Surat ) શહેર-ગ્રામ્યમાં કોરોનાના (Corona ) નવા કેસોનો આંકડો 50 ને પાર પહોંચ્યો છે. જ્યારે શહેરમાં એક્ટિવ (Active ) કેસની સંખ્યા 200ને પાર થઇ ચૂકી છે. બુધવારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોના નવા 45 અને ગ્રામ્યમાં નવા 12કેસ મળીને કુલ 57 કેસો સામે આવ્યા છે. શહેર-ગ્રામ્યમાં મળીને 20 કોરોનાના દર્દીએ રાહત મેળવી છે. શહેરમાં બહારગામથી પરત આવતા વ્યક્તિઓ કોરોનામાં સપડાતા તે દર્દી અન્ય પરિવારજનોને કોરોના સંક્રમિત કરી રહ્યા છે. શહેરમાં બુધવારે બહારગામથી પરત આવેલા એક જ પરિવાર બે સભ્યો કોરોના સંક્રમિત થતા તેને પરિવારના અન્ય એક સભ્યને પણ સંક્રમિત કર્યા હતા. શહેરમાં બુધવારે 24 કલાકમાં કોરોનાના નવા 45 કેસો સામે આવ્યા છે.

જેની સામે 16 દર્દીઓએ કોરોનામાં રાહત મેળવી છે. નવા નોંધાયેલ કેસો પૈકી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા શાહપોરમાં એક શિક્ષિકા મુંબઇથી પરત આવેલાં તે કોરોના પોઝિટિવ આવતા તેણે પરિવારના શિક્ષક યુવકને પણ કોરોના સંક્રમિત કર્યો છે. એવી જ રીતે કતારગામમાં રહેતી 21 વર્ષિય યુવતી અને 15 વર્ષિય વિદ્યાર્થી તેમજ માતા-પુત્ર સોનગઢથી સુરત ૫૨ આવતા કોરોનામાં સપડાયા હતા. આ બંનેની સાથે 3 વર્ષિય પુત્રી સંક્રમિત હતી. જોકે અલગ-અલગ વિસ્તારના ચાર વ્યક્તિઓ પણ બહારગામથી સુરત આવતા કોરોનામાં સપડાયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 218 ઉપર પહોંચી છે. જેમાંના 6 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગ્રામ્યમાં એક દિવસના વિરામ બાદ એકસાથે નવા વધુ 12 નવા કેસ નોંધાયા છે. જેમાં કામરેજમાં ચાર, ચોર્યાસી-બારડોલી અને પલસાણામાં 02-02 જ્યારે માંગરોળ અને મહુવામાં 01-01 કેસ નોંધાયા છે. ચાર દર્દીઓએ કોરોનામાં રાહત મેળવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નવી સિવિલના ટીબી અને ચેસ્ટ વિભાગના ડો. ચિંતન પટેલને કોરોના

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના ટીબી અને ચેસ્ટ વિભાગના ડો.ચિંતન પટેલ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ડો.ચિંતન સાથે કુલ પાંચ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. કોરોનાના હાલ સુધીમાં વોર્ડ અને ઓપીડી શૂન્ય હતી. જોકે હવે ધીરે ધીરે કેસો વધવા લાગ્યા છે. ત્યારે સિવિલ તંત્ર દ્વારા વોર્ડ અને ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે.

Published On - 9:47 am, Thu, 23 June 22

Next Article