કોરોનાના (Corona) કારણે લાદવામાં આવેલા અનેક નિયંત્રણોના પરિણામ સ્વરૂપ ધંધા રોજગાર માટે જાણીતા સુરતમાં (Surat) ઔદ્યોગિક ગતિવિધિઓ પર મોટી બ્રેક લાગી ગઈ છે. ટેક્સ્ટાઇલ સીટી ((Textile ) સુરતમાં જ્યાં કાપડ ઉત્પાદન 24 કલાક થઈ રહ્યું હતું. ત્યાં હવે દિવસ દરમ્યાન જ ગ્રે કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. કાપડ ઉત્પાદન માટેના સૌથી પાયાના રો મટિરિયલ્સના ઉપાડમાં જ 30 ટકા જેટલો મોટા ઘટાડા આ જાન્યુઆરી મહિનામાં જ નોંધાયો છે અને તેની સીધી અસરના ભાગરૂપે સુરતમાં કાપડનું ઉત્પાદન ઘટી ગયું છે. નિષ્ણાતો કહે છે કે સુરતમાં કાપડ ઉત્પાદનની ગાડી કોરોનાની વર્તમાન લહેરનો પ્રભાવ ઓછો થશે ત્યારે જ પાટે ચડશે.
સુરતનો કાપડ ઉદ્યોગ હાલ ખરાબ અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે. ગત ડિસેમ્બર 2021માં જીએસટીના સ્લેબ સામે વેપારીઓ અને કારખાનેદારોને આંદોલનને કારણે 80 ટકા કાપડ ઉત્પાદન બંધ થઈ ગયું હતું. તારીખ 31મી ડિસેમ્બરના રોજ જીએસટીનો મુદ્દો હંગામી ધોરણે ઉકેલાઈ ગયા બાદ ઠપ્પ થયેલો કાપડ ઉદ્યોગ ફરી ધમધમવા માંડ્યો હતો.
જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી શહેરમાં કોરોના સંક્રમણની સ્પીડ વધી ગઈ હતી અને કોરોના સંક્રમણને નાથવા માટે સરકારે અનેક નિયંત્રણો લગાવ્યા હતા. એવી જ રીતે સુરતમાંથી જ્યાં સાડી, કાપડ, ધોતી, ડ્રેસ મટીરીયલ્સ વગેરે સપ્લાય થાય છે, એવા મેટ્રો સીટીમાં વધુ નિયંત્રણનો લાદવામાં આવતા ત્યાંના લોકલ વેપારીઓના ઓર્ડર ઓછા થઈ ગયા હતા.
આમ કોરોનાના કારણે કાપડની માંગ ઘટી ગઈ છે. સુરતના યાર્ન બજારના આગેવાને જણાવ્યું હતું કે ચાલુ જાન્યુઆરી મહિનામાં સુરતમાં યાર્નની સરેરાશ ખપત 30 ટકા જેટલી ઓછી થઇ ગઈ છે. કેટલાક યાર્નના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં યાર્નની ડિમાન્ડ નથી અને યાર્નની ડિમાન્ડ ન હોવાની સીધી અસર ગ્રે કાપડના ઉત્પાદન પર પડી રહી છે.
આ વખતની કોરોના સંક્રમણની વ્યાપક અસરો કાપડ ઉદ્યોગ પર બીજી લહેર કરતા વધુ નુકશાનકર્તા જણાઈ રહી છે. હવે જયારે દક્ષિણ અને ઉત્તરના રાજ્યોમાં સંક્ર્મણ ઘટશે, ત્યારે જ સુરતના કાપડ ઉદ્યોગમાં ફરીથી ચોવીસ કલાકનું કાપડ ઉત્પાદન શક્ય બની શકશે.
આ પણ વાંચો : Surat: મસ્કતી હોસ્પિટલમાં 88.32 લાખના ખર્ચે ફાયરસેફટીની સુવિધા ઉભી કરવાનો નિર્ણય
આ પણ વાંચો : Surat: શૈક્ષણિક વર્ષના અંતે આવેલી ત્રીજી લહેરે ફરી વાલીઓમાં ચિંતા વધારી, ઓનલાઈન શિક્ષણ તરફ પરત ફર્યા વિદ્યાર્થીઓ