માંડવી : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરોએ કાઢી ગેસના સિલિન્ડરની નનામી, દર્શાવ્યો ઉગ્ર વિરોધ

|

Aug 05, 2022 | 3:30 PM

રાંધણ ગેસ(Gas ) ના સિલિન્ડર ની નનામી બનાવી મામલતદાર કચેરી સુધી રેલી આકારે નીકળ્યા હતા. રાંધણ ગેસ ની નનામી કાઢી અનોખો વિરોધ દર્શવ્યો હતો. 

માંડવી : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરોએ કાઢી ગેસના સિલિન્ડરની નનામી, દર્શાવ્યો ઉગ્ર વિરોધ
Congress protested against inflation

Follow us on

આજે મોંઘવારીથી (Inflation ) સામાન્ય પ્રજા ત્રસ્ત થઇ ગઈ છે, ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ (Congress )  દ્વારા માંડવી (Mandvi ) ખાતે ધરણા પ્રદર્શન અને મોંઘવારીની નનામી કાઢી વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં હાજર રહેલા કોંગ્રેસી કાર્યકરોએ દૂધના અને ગેસ સિલિન્ડરની નનામી (bier) બનાવી રેલી યોજી હતી. સાથે જ તેઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઘરેલુ ગેસ ના ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.

દિવસે ને દિવસે વધતી મોંઘવારી સામે પ્રદેશ મહિલા કોંગ્રેસ આક્રમક બન્યું છે. અને રાજ્ય ના વિવિધ જિલ્લાઓ અને તાલુકા ઓ માં કાર્યક્રમો અપાઈ રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા માંડવી  ખાતે પણ એક  કાર્યક્રમ અપાયો હતો. મોટી સંખ્યા માં  કોંગ્રેસ ના આગેવાનો માંડવી બસ ડેપો ખાતે ભેગા થયાં હતાં. અને વધતી મોંઘવારી ના વિરોધ માં બસ સ્ટોપ નજીક ધારાસભ્ય આનંદ ચૌધરી ની આગેવાની માં સૌ ધરણા પર બેઠા હતા. ઘરેલુ ગેસ ના ભાવો જે પ્રમાણે સતત વધી રહ્યા છે. જેની સામે કોંગી આગેવાનો એ બળાપો કાઢ્યો હતો.

ધરણા કર્યા બાદ કાઢી રેલી :

કોંગ્રેસી કાર્યકરો માંડવી ખાતે પ્રથમ ધરણા પ્રદર્શન યોજયું હતું. અને બાદમાં સૌ કોંગી આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.જેમાં  મહિલા કોંગ્રેસ ના કાર્યકરો પણ જોડાયા હતા. અને રાંધણ ગેસ ના સિલિન્ડર ની નનામી બનાવી મામલતદાર કચેરી સુધી રેલી આકારે નીકળ્યા હતા. રાંધણ ગેસ ની નનામી કાઢી અનોખો વિરોધ દર્શવ્યો હતો.  જોકે રસ્તામાં જ પોલીસ પહોંચી હતી. અને સૌ ને અટકાવવા માં આવતા એક સમયે કોંગી આગેવાનો નું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મહિલા આગેવાનોનું કહેવું હતું કે આજે મોંઘવારી દિનપ્રતિદિન વધતી ચાલી છે. તેમાં પણ હવે ઘરેલુ ગેસના અને વીજળીના ભાવો વધી રહ્યા છે. ત્યારે સરકારે આ તમામ ભાવવધારો પાછો ખેંચવો જોઈએ. જો કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ જ મુદાને લઈને ભારે વિરોધ દર્શાવવામાં આવશે તેવી ચીમકી પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચારવામા આવી હતી.

Next Article