Surat: વીર નર્મદ યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ, પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા

|

Apr 20, 2022 | 3:15 PM

પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા છે. જો કે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પેપર રદ કરવામાં આવ્યું છે.

Surat: વીર નર્મદ યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ, પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા
file photo

Follow us on

ગુજરાતમાં (Gujarat) ફરી એક વાર પેપર ફુટવાની ઘટના બની છે. સુરતની (Surat) વીર નર્મદ યુનિવર્સિટીમાં (Veer Narmad University) બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ છે. પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા છે. જો કે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પેપર રદ કરવામાં આવ્યું છે. વાડિયા વિમેન્સ કોલેજમાંથી પેપર ફુટ્યુ હોવાનો દાવો એક સેનેટ સભ્યએ કર્યો છે. સેનેટ સભ્યએ આરોપ લગાવ્યો છે કે કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓને એક દિવસ અગાઉ જ પેપર મળી ગયા હતા. તેમજ ગઇકાલે જ પેપર ફુટ્યાની માહિતી મળી ગઇ હોવાનો આરોપ સેનેટ સભ્યએ લગાવ્યો છે.

સેનેટ સભ્ય ભાવેશ રબારીનો આક્ષેપ

વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે બી.કોમ સેમેસ્ટર-6નું ઇકોનોમિક્સ પેપર ગઇકાલે જ વાડિયાની વિમેન્સ કોલેજમાંથી ફુટી ગયુ હતુ. સેનેટ સભ્યએ એમ પણ જણાવ્યુ કે યુનિવર્સિટીમાં આ અંગેની તેમણે માહિતી આપી હોવા છતા પણ પેપર બદલાવવામાં આવ્યુ નથી. પેપર ફુટી ગયુ છે તે જ પેપર વિદ્યાર્થીઓને પરીક્ષામાં આપવામાં આવ્યુ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી નથી. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યુ કે યુનિવર્સિટીને તેમણે પેપર ફુટ્યુ હોવાના પુરાવા પણ આપ્યા હતા અને યુનિવર્સિટી તરફથી તપાસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. તેમ છતા વિદ્યાર્થીઓને આજે ફુટી ગયેલુ પેપર જ પરીક્ષામાં આપવામાં આવ્યુ છે.

પેપર ખુલી ગયુ હતુ, ફુટ્યુ ન હતુ: કુલપતિ

બીજી તરફ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ પણ પરીક્ષાના એક કલાક પહેલા જ પેપરનુ પેક ખુલી ગયુ હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે તેમણે કહ્યુ હતુ કે અમારી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ સુધી આ પેપર પહોંચ્યુ નહોતુ. આમ છતા આ પરીક્ષાને રદ કરીને આ અંગે વધુ તપાસ કરવાની ખાતરી યુનિવર્સિટીના કુલપતિએ આપી છે. વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ એમ પણ કહ્યુ કે આજે સાંજે પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. તો વાડિયા વિમેન્સ કોલેજ સામે પણ સમયસર જાણ ન કરવા બદલ કાર્યવાહી કરવાનું કુલપતિએ જણાવ્યુ હતુ.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

 

આ પણ વાંચોઃ Surat: ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરનાર આરોપીઓને કોર્ટે 2 વર્ષની જેલ અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો

આ પણ વાંચોઃ  Junagadh: જેતપુર અને માળીયાહાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા, કેરીના પાકને નુકસાનની ભીતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 2:48 pm, Wed, 20 April 22

Next Article