વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) દર વર્ષે 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય દિવસ મેડીકલ ફેકલ્ટીના વ્યાપક યોગદાન અને સફળતાને ઓળખવાનો પ્રયાસ છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ 2022 ની ઉજવણી આપણો ગ્રહ આપણું આરોગ્ય થીમ પર કરવામાં આવી છે. કોરોનાએ લોકોને શરીર અને સ્વાથ્યનું મહત્વ સમજાવી દીધું છે. આ સમય દરમિયાન સ્વસ્થ રહેવાનું ખુબ જ મહત્વ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ તેમજ તેને કેવી રીતે સંબોધિત કરવી તે અંગે જાગૃતિ લાવવા માટે તેનો ભાગ ભજવ્યો છે.
સ્વસ્થનો અર્થ હંમેશા શારિરીક સ્વસ્થતા નથી તેનો અર્થ માનસિક અને સામાજીક સુખાકારી પણ થાય છે. સ્વસ્થ લોકો વધુ ઉત્સાહી હોય છે. લોકોના સામાન્ય સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સારૂ સ્વાસ્થ્ય ધરાવતા વ્યકતિ માટે કોઈપણ પ્રકારની બિમારી સામે પણ ટકી રહેવું સરળ બને છે.
વિશ્વ આરોગ્ય દિવસે સુરતમાં પૂર્વ મેયર નીરવ શાહ દ્વારા અને વાય.એફ.એચ. લાઈફ કેરના સહયોગથી સાપ્રંતિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત ભરમાં 5000 મહિલાઓને ફ્રી સેનેટરી નેપકીન વિતરણ કરવામાં આવી રહ્યું છે. હજુ પણ કેટલીક એવી મહિલાઓ છે કે જેની આર્થિક સ્થિત તદ્દન નબળી હોવાને કારણે માસિકચક્રના દિવસોમાં સેનેટરી પેડનો ઉપયોગ નથી કરી શકતી. જેના કારણે ઘણી બધી જીવલેણ બિમારીઓનો મહિલાઓને ભોગ બનવું પડે છે. જેથી આવી મહિલાઓને સાંપ્રતિ ફાઉન્ડેશ દ્વારા દર વર્ષે સેનેટરી ફ્રી નેપકિનનું વિતરણ કરવામાં આવે છે.
આ સંસ્થા દ્વારા સતત કોઈને કોઈ નવા સમાજલક્ષી કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. આ સંસ્થા દ્વારા સુરતમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી હતી ત્યારે ખાસ કરીને લોકોમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે આઈસોલેટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. વધુમાં આ સંસ્થા દ્વારા કોરોનાની ત્રીજી લહેરમાં માટેની પણ તૈયારી કરી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: