સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતના નાની વેડ વિસ્તારમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના નાની વેડ વિસ્તારમાં એક ફોર્ચ્યુનર કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ત્યાં સેવન થ્રી ગાર્ડન ફાર્મના ગેટ સાથે અથડાઈ હતી, અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો, આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
CCTVમાં જોઈ શકાય છે કે કાર ચાલક દ્વારા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પહેલા ડિવાઈડર સાથે અથડાવવા જઈ રહી હતી જો કે ચાલકે સ્ટેયરીંગ ઘુમાવતા કાર ત્યાં રહેલા ફાર્મના ગેટ સાથે અથડાઈ હતી, અકસ્માત બાદ કારના આગળના ભાગે નુકશાન પણ થયું હતું અને કાર ચાલક ત્યાંથી કાર લઈને ફરાર થયો હતો, આ ઘટના બાદ ત્યાં લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં કાર ચાલક પોતાની કાર લઈને રફુચક્કર થયો હતો. સીસીટીવી પ્રમાણે કાર ચાલક કાર અથડાવે છે. તે દરમિયાન એક મોપેડ ચાલક પણ ત્યાંથી પસાર થતો દેખાય છે જેનો સદનસીબે બચાવ થયો હતો.
આ પણ વાંચો : સાયબર ક્રાઈમ પોલીસે કરી સાયબર ગણેશની સ્થાપના, પ્રસાદમાં અપાય છે સાયબર ફ્રોડથી બચવાની ટિપ્સનું કાર્ડ, જુઓ Video
મનસુખ ભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે નાની વેડ ગુરુકૃપા સોસાયટી પાસે સેવન થ્રી ફાર્મ ગાર્ડન આવેલું છે,. ગતરાત્રીના 10 વાગ્યાના સમયે એક કાર ચાલક કાર લઈને આવતો હતો ત્યાં એક વળાંક છે અને વળાંક લેતા જ ત્યાં કીચડ હતું અને ગાડીનું ટાયર કીચડમાં ગયું તેટલામાં ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડીવાઈડર સાથે અથડાવા જતી હતી અને ત્યાંથી કાર સીધી કરવા જતા ફાર્મના ગેટ સાથે અથડાઈ હતી, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઇ ન હતી આ ઘટના CCTVમાં કેદ થઇ હતી.
Published On - 4:17 pm, Wed, 20 September 23