સુરતમાં પણ પોલીસ સામે આક્ષેપ, 10 કરોડ રૂપિયા માગ્યા હોવાની બિલ્ડરની ફરિયાદ

| Edited By: | Updated on: Feb 12, 2022 | 5:16 PM

વર્ષ 2016 માં અડાજણના બિલ્ડર પોલીસ સામે આક્ષેપ કર્યો છે કે ડીસીપીએ 10 કરોડ રૂપિયા માગીને જો નહીં આપવામાં આવે તો ધંધો નહીં કરવા દેવાય અને ખોટા કેસોમાં ફસાવી દેવાશે તેવી ધમકીઓ આપી રૂપિયા પડાવ્યા હતા

વર્ષ 2016 માં અડાજણના બિલ્ડર પાસે કરોડો રૂપિયા માંગ્યા હતા અને લાખોનો તોડ કર્યા હોવાનો પોલીસ સામે આક્ષેપ કરાયો છે. આ સાથે બિલ્ડરનું એવું પણ કહેવું છે કે 10 કરોડ રૂપિયા માગીને જો નહીં આપવામાં આવે તો ધંધો નહીં કરવા દેવાય અને ખોટા કેશોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી રૂપિયા પડાવ્યા હતા.

અડાજણના બિલ્ડર ગોવિંદ છાસિયાએ 2016માં તે સમયના શહેરના ઝોન 4 ના ડીસીબી ભાભોર સામે અને જેતે સમયના અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સામે આક્ષેપ કર્યા છે. બિલ્ડર ગૃહમંત્રીને આ બાબતે રજુઆત કરવા ગાંધીનગર ખાતે પણ પહોંચ્યા હતા. તેમની રજૂઆતને પગલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સુંરતના પોલીસ કમિશનરને આ બાબતે તપાસ કરવાના આદેશ કરાયા છે.

અડાજણના બિલ્ડર ગોવિંદભાઇ છાસિયાએ આક્ષેપ કર્યા છ કે તે 2016માં તે સમયના ઝોન -4 ડીસીબી ભાભોરે  અઠવા લાઈન્માસ ખાતે પોલીસ કમિશનરની ઓફિસની અંદર આવેલી તેમની ઓફિસે બોલાવી મારી પાસેથી 10 કરોડ રૂપિયા માગીને નહીં આપવામાં આવે તો ધંધો કરવા દેવામાં નહીં આવે અને ખોટા કેસમાં ફસાવી દઈ તારું કામ પુરું કરાવી દઇશ તેવું કહ્યું હતું.

ત્યાર બાદ અડાજણ પોલીસ સ્ટેશનના રાઈટર હિતેશ ચૈધરી અને અનકભાઈ તથા કોન્સ્ટેબલ અને ડી સ્ટાફના કોન્સ્ટેબલ વારંવાર મારી સાઇટ પર આવીને તેમારી સામે ફરિયાદ નોંધાઈ છે તેવું કહી વારંવાર પોતાની સાથે લઈ જતા હતા. અને જેલમાં નાખી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હતા.

આ પણ વાંચોઃ હિજાબનો વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો, અમદાવાદ અને સુરતમાં મહિલાઓ દ્વારા રેલીનું આયોજન, અટકાયતો કરાઈ

આ પણ વાંચોઃ સુરતમાં BRTS બસ બની રહી છે કાળમુખી, વધુ એક મહિલાનું થયું મોત