Breaking News : સુરત ઉત્રાણ પાવર હાઉસનો ટાવર કરાયો ધ્વસ્ત, પાવર હાઉસના 72 પીલરમાં એકસાથે બ્લાસ્ટ, જુઓ Live Video

|

Mar 21, 2023 | 8:44 PM

સુરતમાં આજે ઉત્રાણ પાવર હાઉસના એક ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવી છે. જેમાં પાવર હાઉસની ચીમનીને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી ધરાશાયી કરવામાં આવી છે. જે માત્ર 4 સેકન્ડમાં આ કુલિંગ હાઉસને તોડી પાડવામા આવી છે. જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જુનો છે.

સુરતમાં આજે ઉત્રાણ પાવર હાઉસના એક ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવી છે. જેમાં પાવર હાઉસની ચીમનીને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી ધરાશાયી કરવામાં આવી છે. જે માત્ર 4 સેકન્ડમાં આ કુલિંગ હાઉસને તોડી પાડવામા આવી છે. જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે. જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જુનો છે. દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ વર્ષો પછી જુના પ્લાન્ટને તોડવો પડે છે. આજે કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવ્યો છે.કન્ટ્રોલ બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા આશરે 30 થી 40 મીનીટનો સમય લાગ્યો હતો. બ્લાસ્ટીંગ ટાઈમ માત્ર 4 સેકન્ડનો હતો. ટાવર કડડભુસ થઈ ગયો હતો.

આ પણ વાંચો : Surat: ચૈત્રી નવરાત્રિથી કરી શકશો મન મોહી લેતા અયોધ્યાની પ્રતિકૃતિ સમાન રામ મંદિરના દર્શન, કિંમત 70 હજારથી માંડીને 5 લાખ રૂપિયા

ધુળની ડમરી ઉડવાની સંભાવનાને લીધે આજુબાજુમાં રહેતા લોકોએઘરના બારી દરવાજા બંધ રાખ્યા

જેમાં આજુબાજુના વિસ્તારમાં આવેલ સોસાયટીના લોકોને કુલીંગ ટાવર તોડવાની કામગીરીને લઈ નોટીસ આપી સલામતી રાખવા સૂચન આપી દેવામાં આવ્યું હતી. ઉત્રાણ સ્થિત આ ટાવર 85 મીટર ઊંચો છે ટાવર RCC કુલિંગ ટાવરને પણ કન્ટ્રોલ બ્લાસ્ટ દ્વારા તોડી પડાયો છે. 50 મીટરના વિસ્તારમાં જ ધુળની ડમરી ઉડી હતી. પાંચ-દસ મીનીટ માટે વંટોળીયા જેવુ હવાનું દબાણ સર્જાયુ હતુ. ધુળની ડમરી ઉડવાથી આજુબાજુમાં રહેતા લોકોએ ઘરના બારી દરવાજા બંધ રાખ્યા હતા.

3 મહિના અગાઉ નોઇડામાં પણ આ જ રીતે ડિમોલિશન કરાયું હતું

ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે, જેમાં 135 મેગા વોટ પ્લાન્ટ જૂનો છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન જૂના પ્લાન્ટને તોડવો પડે છે. આ પ્લાન્ટને તોડવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે. જેના ભાગરૂપે 21મીએ 85 મીટર ઉંચાઈના કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે. , બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા 40 મિનિટ લાગી શકે છે. જો કે, ટાવર તો માત્ર 7થી 8 સેકન્ડમાં જ કડડભૂસ કરી દેવાશે. 3 મહિના અગાઉ નોઇડામાં પણ આ જ રીતે ડિમોલિશન કરાયું હતું.

Published On - 11:16 am, Tue, 21 March 23

Next Video