
દેશની ટેક્સટાઈલ રાજધાની કહેવાતા સુરતમાં જલ્દી નવી ઓળખ મળવાની છે. કરોડો રુપિયાના કાપડો વેપાર અને સુરક્ષાને વધુ સારી બનાવવા કાનુની રક્ષણ પૂરું પાડવા માટે, રાજ્ય સરકારે શહેરમાં દેશના પ્રથમ સમર્પિત ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપી છે.
સુરતમાં દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બનશે. જે સુરત ટેકસટાઇલ માર્કેટ માંજ બનશે. આગામી દિવસોમાં જગ્યા નક્કી કરી ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન ઉભુ કરવામાં આવશે. સુરત ટેક્સટાઈલના વેપારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશન માટે માંગણી કરી રહ્યા હતા. આ પોલીસ સ્ટેશન બનવાથી ટેક્સટાઇલ વેપારીઓની મસ્યા માત્ર એક જ એક જ છત નીચે નોંધાશે.
અહેવાલો અનુસાર, સલાબતપુરા, મહિધરપુરા, વરાછા, પૂના, સારોલી, ગોધરા અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કાપડના વેપારને લગતી બધી ફરિયાદો હવે આ ખાસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે. સરકાર આગામી એકથી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની યોજના છે.
હાલના સમયમાં કાપડ વેપાર સાથે જોડાયેલ છેતરપિંડીની ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવતી હતી. આનાથી એક જ આરોપી સામે દાખલ થયેલા અનેક કેસોના રેકોર્ડ એકત્રિત કરવાનું મુશ્કેલ બને છે. નવું ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બધી ફરિયાદોનો કેન્દ્રિય રેકોર્ડ જાળવશે, જેનાથી કોઈપણ આરોપી સામે દાખલ થયેલા કેસોની બધી માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, જેનાથી કાર્યવાહી સરળ અને ઝડપી બનશે.
વેપારીઓનું માનવું છે કે, આનાથી છેતરપિંડી જેવા કેસ મામલે તપાસ જલ્દી થશે. ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું સરળ બનશે. તેમજ વારંવાર ગુના કરનારા આરોપી પર બાજ નજર રાખવામાં આવશે. આ સાથે વેપારીઓનો સમય અને ખર્ચ બંને વધશે. કાપડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે, આ પગલું સુરતના મોટા ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી ઉદ્યોગને વધુ સુરક્ષિત અને સંગઠિત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ શકે છે.
Published On - 11:53 am, Thu, 18 June 26