Breaking News: Surat: સેશન્સ કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આપ્યા રેગ્યુલર જામીન, સજા પર સ્ટે લગાવવાની અરજી મુદ્દે 13 એપ્રિલે થશે વધુ સુનાવણી

|

Apr 03, 2023 | 5:59 PM

Surat: રાહુલ ગાંધી સામેના માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદા સામે સજા પર સ્ટે અંગે આગામી 13 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.

Breaking News: Surat: સેશન્સ કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આપ્યા રેગ્યુલર જામીન, સજા પર સ્ટે લગાવવાની અરજી મુદ્દે 13 એપ્રિલે થશે વધુ સુનાવણી

Follow us on

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી મોટી રાહત મળી છે. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીના 13 એપ્રિલ સુધીના જામીન મંજૂર કર્યા છે. એટલે કે 13 એપ્રિલે સજા પર રોકની અરજી પર વધુ સુનાવણી હાથ ધરાશે. તો નીચલી કોર્ટના ચુકાદા પર 3મેના રોજ સુનાવણી હાથ ધરાશે. મહત્વપૂર્ણ છે કે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી દાખલ કરી હતી. આપને જણાવી દઈએ કે આ કેસમાં રાહુલ ગાંધીએ 10 એપ્રિલ સુધી કોર્ટમાં જવાબ રજૂ કરવો પડશે. કોર્ટનાઅવલોકન મુજબ 13 એપ્રિલે રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહેવું જરૂરી નથી.

રાહુલ ગાંધી માટે આ બે તારીખો અતિ મહત્વની

આગામી 13 એપ્રિલે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકવાની અરજી પર સુનાવણી હાથ ધરાશે. આ દિવસે રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. જેમા રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રહેશે કે જશે તેનો પણ નિર્ણય થઈ જશે. બીજી મહત્વની તારીખ છે 3 જી મે. આ દિવસે નીચલી કોર્ટે ફટકારેલી 2 વર્ષની સજા રદ કરવી કે કેમ તેના પર સુનાવણી હાથ ધરાશે.

રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રહેશે કે જશે તેના પર હજુ પ્રશ્નાર્થ

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી તો રાહત મળી ગઇ છે. પરંતુ હવે સવાલ એ સર્જાય છે કે રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનું શું થશે ? શું રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રહેશે કે જશે ? શું રાહુલ પાસેથી છીનવાયેલો સરકારી બંગલો તેમને પરત મળશે કે કેમ ? આ સવાલોનો જવાબ હવે પછીની 2 તારીખો આપશે. આ બંને તારીખો રાહુલ ગાંધી માટે અતિમહત્વની સાબિત થવાની છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

કોર્ટ પ્રોસિડિંગ બાદ બાબુ માંગુકિયાએ Tv9 સંવાદદાતાના સવાલનો જવાબ આપતા જણાવ્યુ કે અમારી દૃષ્ટિએ હજુ મોટી રાહત બાકી છે. મોટી રાહત ત્યારે કહેવાય જ્યારે રાહુલ ગાંધીનું સસ્પેન્શન ઓફ કન્વિક્શન એટલે કે એમનુ સાંસદ પદ પાછુ આવે. આજની પ્રોસિડિંગમાં સૌપ્રથમ વકીલ દ્વારા અપીલ ફાઈલ કરવામાં આવી. જે કોર્ટ દ્વારા ગ્રાહ્ય રખાઈ હતી. ત્યારબાદ સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ એટલે જામીનની માટે અરજી કરાઈ હતી. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ બાબત કન્વિક્શન સ્ટે કરવા માટે અપીલ કરાઈ હતી.

આ ત્રણ અરજી પૈકી કોર્ટે પ્રથમ બે અરજી જેમા કોર્ટમાં અપીલ એડમિટ કરવાની અરજી અને જામીન અરજી સ્વીકારી હતી. આ અપીલ અંગે સુનાવણી કોર્ટ તેમના સમય મુજબ કરશે. સૌથી મહત્વપૂર્ણ જે હતુ તે સાંસદ પદ બાબતે હતુ. જેમા રાહુલ ગાંધીને જે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. એ દોષિત પર સ્ટે આવવો જોઈએ. તો જ એમનુ સભ્યપદ પાછુ આવે. તેમ બાબુ માંગુકિયાએ જણાવ્યુ હતુ.

રાહુલ ગાંધીનું સભ્યપદ કઈ કાયદાકીય લડાઈ અંતર્ગત પાછુ આવી શકે?

કોર્ટમાં 13 તારીખની સુનાવણીમાં જો કન્વિક્શન સસ્પેન્ડ થઈ જાય તો રાહુલ ગાંધી સાંસદ તરીકે આપોઆપ પાછા આવી જાય.  રાહુલ ગાંધીને જે દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમા સ્ટે મળશે તો તેમને લોકસભાનું સાંસદ પદ બચી શકે છે. આજની કાર્યવાહી રૂટિન કાર્યવાહી હતી. આથી આ રાહતને મોટી રાહત ન કહી શકાય. આ કેસમાં મહત્વપૂર્ણ સુનાવણી હવે 13 એપ્રિલે થશે જેના પર સહુ કોઈનો નજરો ટકેલી છે

આ પણ વાંચો: Breaking News: રાહુલ ગાંધીની લિગલ ટીમે ફાઈલ કરી અરજી, માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી ફાઈલ

રાહુલ ગાંધી દોષિત છે કે કેમ તેના પર સ્ટે આવી શકે નહીં તેના પર સુનાવણી

આગામી 13 એપ્રિલની સુનાવણી પર રાહુલ ગાંધી દોષિત છે કે કેમ તેના પર સ્ટે આપી શકાય કે નહીં તેના પર સુનાવણી થશે. 13 તારીખે રાહુલ ગાંધીએ કેસમાં હાજર રહેવાની જરૂર નથી. રાહુલને કોર્ટે હાજર રહેવામાંથી મુક્તિ આપી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:08 pm, Mon, 3 April 23

Next Article