AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરતમાં ગણપતિ વિસર્જન માટે બનાવાયેલા કુંડમાં પડી જતા 5 વર્ષના બાળકનું મોત

Surat: ડીંડોલીમાં પાંચ વર્ષના બાળકનું ખાડામાં પડી જતા મોત થયુ છે. બાળક રમતા રમતા ખાડામાં પડી ગયો હતો. નાગામ નીલગીરી ફાટક પાસે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો હતો. બાળક રમતા રમતા પાણી ભરેલા આ ખાડામાં પડ્યો અને તેનુ મોત નિપજ્યુ છે. ઘટનાને પગલે પરિવારજનોમાં માતમ છવાયો છે.

Breaking News: સુરતમાં ગણપતિ વિસર્જન માટે બનાવાયેલા કુંડમાં પડી જતા 5 વર્ષના બાળકનું મોત
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 29, 2023 | 10:52 PM
Share

Surat: ડીંડોલીમાં પાંચ વર્ષના બાળકનું ખાડામાં પડી જતા મોત થયુ છે. બાળક રમતા રમતા ખાડામાં પડી ગયો હતો. નવાગામ નીલગીરી ફાટક પાસે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો હતો. બાળક રમતા રમતા પાણી ભરેલા આ ખાડામાં પડ્યો અને તેનુ મોત નિપજ્યુ છે. ઘટનાને પગલે પરિવારજનોમાં માતમ છવાયો છે.

ડીંડોલીમાં ગણપતિ વિસર્જન માટે બનાવાયેલા ખાડામાં પડી જતા બાળકનું મોત

રાજ્યમાં ગઈકાલે ગણપતિ વિસર્જન સમયે અલગ અલગ ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. આ મૃત્યુઆંક હવે 6 એ પહોંચ્યો છે. સુરતના ડીંડોલીમાં આજે નવાગામ વિસ્તારમાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવાગામ નીલગીરી ફાટક પાસે પાંચ વર્ષનું બાળક રમતા રમતા પાણીના ખાડામાં પડી જતા મોત થયુ છે. શ્રીનાથ નગર પાસે પાણી ભરેલા ખાડામાં પડી જતા બાળકનું મોત થયુ હતુ. ઘટનાને પગલે પરિવાર શોકગ્રસ્ત બન્યો છે. મળતી માહિતી અનુસાર ગણપતિ વિસર્જન માટે આ ખાડો કુંડ બનાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ શાસક પક્ષના નેતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સુરતના ડીંડોલી નવાગામ વિસ્તારમાં શ્રીનાથ નગર સોસાયટી આવેલી છે, અહી વિસર્જન લઈને સોસાયટી પાસે અંદાજીત ૫ થી ૧૦ ફૂટ ઊંડો ખાડો સ્થાનિકો દ્વારા ખોદવામાં આવ્યો હતો અને તેમાં વિસર્જન પણ કરવામાં આવ્યું હતું, વિસર્જન બાદ ખાડો પૂરવામાં આવ્યો ન હતો જ્યાં આજરોજ સાંજના ૫ થી ૬ વાગ્યા દરમ્યાન ત્યાં રહેતો ૫ વર્ષીય સત્યમ કુમાર રાજેશ સરજુ ચૌહાણ નામનો બાળક રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડી ગયો હતો, પાણી ભરેલા ખાડામાં બાળક પડી જતા તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું,

વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું તો બીજી તરફ ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા, આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો

બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ડીંડોલી નવાગામ શ્રીનાથ નગર સોસાયટી પાસે વિસર્જનના તહેવારને લઈને ખાડો ખોદવામાં આવ્યો હતો, જ્યાં આજે ૫ થી ૬ વાગ્યા અરસામાં ૫ વર્ષીય બાળક પાણી ભરેલા ખાડામાં પડી જવાથી તેનું મોત થયું છે, આ બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી હતી અને બાળકની લાશને હોસ્પિટલ ખસેડી હતી,આ મામલે બાળકના પરિવારના ફરિયાદ લઈને આ ઘટનામાં જે જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,

મહત્વનું છે કે સુરતમાં ગણપતીજીની પ્રતિમાના વિસર્જનને લઈને તંત્ર દ્વારા કુત્રિમ તળાવો પણ બનાવવામાં આવ્યા હતા તેમ છતાં અહી ખાડો ખોદવામાં આવ્યો હતો, આ ઘટનાને લઈને સ્થાનિક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ પણ કરવામાં આવી હતી, આ અંગેની ઓડિયો કલીપ પણ સામે આવી હતી જેમાં એક સ્થાનિક કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહે છે કે નવાગામ શ્રીનાથ નગર પાસે કાલે ગણપતી વિસર્જનને લઈને એસએમસીની જમીન પર ખાડો ખોદવામાં આવ્યો છે અને તે પુરવામાં આવ્યો નથી અને તેમાં પાણી વધારે છે કોઈ છોકરો પાણીમાં પડી જશે તો અકસ્માત થઇ શકે છે જેથી કમ્પલેઇન કરવી છે, સામે કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક પોલીસ મથકે જવા માટે જણાવવામાં આવ્યું હતું.

ઘટના સ્થળે પહોચેલી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ બનાવને લઈને મનપાના અધિકારીઓને જાણ કરી હતી અને મનપાના અધિકારીઓને બોલાવીને ખાડા પાસે બેરેકેટીંગ પણ કરાવી દીધું હતું, વધુમાં બાળકનું પરિવાર મૂળ બિહારનું વતની છે તેમજ બાળકના પિતા જરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, આ મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં ગણપતિ વિસર્જન સમયે અલગ અલગ ઘટનામાં પાંચ લોકોના મોત

આ તરફ ગુજરાતમાં ગણપતિ વિસર્જનમાં અલગ અલગ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચી છે. સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ અને ધામધૂમ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. લોકોએ બપ્પાને ભાવભીની વિદાય આપી હતી. જો કે અમુક સ્થળોએ ભક્તિનો આ માહોલ માતમમાં ફેરવાયો હતો.

ગણેશ વિસર્જન સમયે કરંટ લાગતા 2 લોકોના મોત

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ગણેશજીની વિસર્જનયાત્રા દરમિયાન લાડવાડા વિસ્તારમાંથી ગણેશજીની વિશાળ પ્રતિમા પસાર થઈ રહી હતી ત્યારે ઉપર આવેલી વીજ લાઈનને અડી જતા 4 લોકોને કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. જે પૈકી 2 લોકોના મોત થયા હતા.

આ તરફ પ્રાંતિજના ગલતેશ્વરમાં સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન માટે લોકો આવ્યા હતા જેમા પાણીમાં ડૂબવાથી 2 લોકોના મોત થયા હતા. આ તરફ રાજકોટમાં ગણપતિ વિસર્જન સમયે એક આધેડનું મોત નિપજ્યુ હતુ. જ્યારે તેમના બે પુત્રોનો બચાવ થયો છે.

આ પણ વાંચો: Breaking News : અમદાવાદમાં ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે, એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા કરાશે શરૂ, જુઓ Video

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
g clip-path="url(#clip0_868_265)">