Breaking News સુરતના ડીંડોલીમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત

|

Mar 12, 2023 | 12:30 PM

Surat: સુરતના ડીંડોલી વિસ્તારમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. શરદી, ખાંસી અને કફની તકલીફ બાદ મહિલાનું મોત થયુ છે

Breaking News સુરતના ડીંડોલીમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત

Follow us on

સુરતના ડીંડોલી વિસ્તારમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. શરદી, ખાંસી અને કફની તકલીફ બાદ મહિલાનું મોત થયુ છે. જો કે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલાયો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતની સમગ્ર હકીકત સામે આવશે. H3N2ના લક્ષણો બાદ મહિલાનું મોત થતા તંત્ર વધુ સતર્ક થઈ ગયુ છે. રાજ્યમાં H3N2ના લક્ષણો બાદ આ પ્રથમ મોત થયુ છે.

10 માર્ચ સુધીમાં H1N1ના 77 અને H3N2 ના 3 કેસ નોંધાયા

રાજ્યમાં 10 માર્ચ સુધીમાં રાજ્યમાં H1N1ના 77 અને H3N2 ના 3 કેસ નોંધાયા છે, જોકે H3N2થી રાજ્યમાં સુરતમાં પહેલો મોતનો બનાવ સામે આવ્યો છે.  ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની જનતાને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની પ્રજાએ H3N2 ફ્લુથી ગભરાવવાની નહીં, પરંતુ તકેદારી રાખવાની જરૂર છે.

રાજ્ય સરકાર દ્વારા 11 માર્ચના રોજ રાજય કક્ષાએથી સેટકોમ દ્વારા તબીબી અધિકારીઓ તથા ફીમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, આશા, આંગણવાડી કાર્યકરો ને માર્ગદર્શન, H1N1ના કેસોનો કોન્ટેકટ સર્વે તથા ગાઇડલાઇન મુજબ જરૂરી સારવાર આપવા માટે જાણકારી આપવામાં આવી છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના સીઝનલ ફ્લૂને વિગતવાર દૈનિક ધોરણે GERMIS Portalના માધ્યમથી મોનીટરીંગ કરાય છે તેમજ તમામ પ્રકારની દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ છે. સીઝન ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓને મહત્તમ પ્રવાહી ખોરાકનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવા, તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્યમાં વાયરલ ફીવરના લક્ષણો સાથેના તાવ, શરદી, ખાંસી જેવા વધુ પ્રમાણમાં કેસ જોવા મળ્યા છે. જે ફ્લુ હોય છે તે ત્રણ પ્રકારના હોય છે. જેમાં પહેલા પ્રકારનાં ફ્લુમાં શરદી સળેખમ થઈ સાત દિવસમાં આ મટી જતો હોય છે. બીજા પ્રકારમાં ગળામાં દુખાવો હાઈ ફીવર જેવા લક્ષણો હોય છે. તેમાં પણ ડોક્ટરની સારવારથી આ ફ્લુની અંદર પણ જરૂર જણાય તો ડોક્ટરની સલાહ લઈ દવા લઈને સાજા થઈ જવાય છે.

ત્રીજા પ્રકારનો જે વાયરલ છે જેનું સંક્રમણ ફેફસા સુધી પહોંચે છે. તેમાં સરકાર ખૂબ ચિંતા કરી વેર હાઉસમાં આ દવાનો જથ્થો તેમજ ગ્રામ્ય કક્ષા સુધી આ દવાનો જથ્થો પહોંચાડવાની જરૂર જણાય તો તે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarati Video : ગુજરાતમાં H3N2ના 3 અને H1N1ના 77 કેસ મળ્યા

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

 

 

Published On - 10:07 am, Sun, 12 March 23

Next Article