Surat : શહેરીજનો માટે આનંદપ્રમોદના સ્થળમાં વધુ એક વધારો થશે, પીપલોદના લેકવ્યૂ ગાર્ડનમાં નૌકાવિહારની સુવિધા ફરી શરુ કરાશે

|

Jun 28, 2022 | 11:29 AM

સુરતના (Surat) પીપલોદ સ્થિત લેકવ્યૂ ગાર્ડનમાં ફરી બે વર્ષના બ્રેક બાદ બોટિંગ એક્ટિવિટી શરુ કરવામાં આવશે. આ ગાર્ડનમાં આવતાં મુલાકાતીઓ, બાળકોને આનંદપ્રમોદ હેતુ નૌકાવિહારની સુવિધા શરુ કરવાથી મનપાને પણ આર્થિક લાભ મળી રહેશે.

Surat : શહેરીજનો માટે આનંદપ્રમોદના સ્થળમાં વધુ એક વધારો થશે, પીપલોદના લેકવ્યૂ ગાર્ડનમાં નૌકાવિહારની સુવિધા ફરી શરુ કરાશે
સુરતના પીપલોદમાં આવેલા લેકવ્યૂ ગાર્ડનમાં બોટિંગ ફરીથી શરુ થશે

Follow us on

છેલ્લાં બે વર્ષથી સુરતના (Surat) પીપલોદ સ્થિત લેકવ્યૂ ગાર્ડનમાં બોટિંગની (Boating)  સુવિધા શહેરીજનો માટે બંધ કરી દેવામાં આવી હતી. જો કે આ બોટિંગ સુવિધા હવે શહેરીજનો માટે ફરી શરુ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. લેકવ્યૂ ગાર્ડનના ડેવલપમેન્ટ બાદ બોટિંગની સુવિધા ચાલુ કરવામાં આવી ન હતી. સુરત મનપા (SMC) દ્વારા સતત ત્રણ વખત ટેન્ડરો ઇસ્યૂ કરાયા હતા, પરંતુ સિંગલ ટેન્ડર અથવા જરૂરી ડોક્યુમેન્ટ્સ ન હોવાથી ટેન્ડરો ખોલાયા ન હતા. હવે ચોથા પ્રયત્ને મનપા પાસે બે એજન્સીઓની ઓફર આવી છે.

સુરતના પીપલોદ સ્થિત લેકવ્યૂ ગાર્ડનમાં ફરી બે વર્ષના બ્રેક બાદ બોટિંગ એક્ટિવિટી શરુ કરવામાં આવશે. આ ગાર્ડનમાં આવતાં મુલાકાતીઓ, બાળકોને આનંદપ્રમોદ હેતુ નૌકાવિહારની સુવિધા શરુ કરવાથી મનપાને પણ આર્થિક લાભ મળી રહેશે. કોર્પોરેશન પાસે આવકના સાધનો એમ પણ ખૂબ ઓછા છે, ત્યારે લેક ગાર્ડનમાં આ પ્રકારની સુવિધા ઉભી કરીને કોર્પોરેશનની આવકમાં ઉમેરો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લેકવ્યૂ ગાર્ડન એક સમયે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર હતું. બોટિંગની સુવિધા આ લેક ગાર્ડનમાં ઉપલબ્ધ હતી. જોકે, તબક્કાવાર મનપા દ્વારા બીજા કેટલાંક લેક ગાર્ડનોમાં બોટિંગની સુવિધા શરુ કરવામાં આવી હતી.

કુલ પાંચ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે

આગામી ગાર્ડન કમિટીની બેઠકના એજન્ડામાં લેકવ્યૂ ગાર્ડનમાં નૌકાવિહાર માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સામેલ કરવામાં આવી છે. ત્યારે દર વર્ષે પાંચ ટકાના વધારા સાથે પાંચ વર્ષમાં મનપાને કોન્ટ્રાક્ટર પાસેથી 22.71 લાખની આવક રોયલ્ટી પેટે મળી રહે તેમ છે. કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા શહેરીજનોને લેક વ્યૂ ગાર્ડનમાં ફરી એકવાર આ બોટિંગની સુવિધા આપવા માટે કટિબદ્ધ છે અને આવનારી ગાર્ડન સમિતિની બેઠકમાં તેના પર હકારાત્મક રીતે નિર્ણય લેવાઈ શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

નોંધનીય છે કે, સુરતમાં હાલ 20થી વધુ નાના મોટા લેક ગાર્ડન ઉપલબ્ધ છે. તેમાં પણ લેક વ્યૂ ગાર્ડન સુરતીઓ માટે સૌથી જૂનું અને લોકપ્રિય ગાર્ડન છે. કોરોનાના સમયથી આ ગાર્ડનમાં બોટિંગ ની સુવિધા બંધ હતી. પણ હવે આવનારા ટૂંક સમયમાં અહીં બોટિંગની સુવિધા ફરી ઉપલબ્ધ કરીને શહેરીજનોને આનંદ પ્રમોદના સાધનમાં વધુ એક ઉમેરો કરવાની દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે. આગામી દિવસોમાં બીજા લેક ગાર્ડનોમાં પણ આ સુવિધા શરૂ કરી શકાય કે નહીં તે દિશામાં પણ સર્વે કરવામાં આવશે.

Next Article