ગુજરાતના(Gujarat ) સુરતમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં સુરતના ચોયાર્સીમાં સણીયા હેમડમાં ફ્લેટની ઇ- હરાજી જાહેરાત આપવામાં આવી છે. જે મિલકત વિવેક રેસિડેન્સી, સણીયા હેમડ, ચોયાર્સીમાં છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 15,10,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા1,51,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ 06.06. 2023 ઓફિસ સમય દરમ્યાન છે. જ્યારે ઇ- હરાજી .06.2023 સવારે 01.00 થી 3 . 00 વાગ્યે સુધી છે.
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.
આ પણ વાંચો : Gujarati Video : ભાવનગરના યુવકનું કેનેડામાં મોતનો કેસ, આયુષ ડાખરાનો મૃતદેહ ભાવનગર લવાયો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:26 pm, Sun, 14 May 23