Surat: હાથમાં ટિફિન લઈને કામે જતા આશાસ્પદ યુવાનને બેફામ દોડતી સિટી બસે કચડી માર્યો, ડ્રાઈવર ફરાર

|

Aug 08, 2022 | 5:55 PM

Accident: સુરતમાં લિંક સિટી બસ સર્વિસ એક બાદ એક અકસ્માતોની હારમાળા સર્જી રહી છે. જેમા વધુ એક યુવક મોતનો કોળિયો બની ગયો છે. રિંગ રોડ વિસ્તારમાં વહેલી સવારે સિટી બસની નીચે કચડાઈ જતા એક આશાસ્પદ યુવકનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.

Surat: હાથમાં ટિફિન લઈને કામે જતા આશાસ્પદ યુવાનને બેફામ દોડતી સિટી બસે કચડી માર્યો, ડ્રાઈવર ફરાર
સિટી બસની અડફેટે યુવકનુ મોત

Follow us on

સુરત (Surat) માં બેફામ રીતે દોડતી સિટી બસ એક બાદ એક અકસ્માતોની હારમાળા સર્જી રહી છે, જેમા વધુ એક અકસ્માતનો ઉમેરો થયો છે. વહેલી સવારે રિંગરોડ વિસ્તારમાં બેફામ સ્પીડમાં જઈ રહેલી આ સિટી બસે (City Bus) વધુ એક આશાસ્પદ યુવકનો ભોગ લીધો છે. બસની અડફેટે યુવક આવી જતા યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ. રિંગરોડ પર પર આવેલ ટેક્સ્ટાઈલ માર્કેટ નજીક બ્લુ બસે રાહદારીને કચડી નાખતા તેનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એક્ઠા થઈ ગયા હતા. જો કે અકસ્માત (Accident) સર્જીને બસ ચાલક તુરંત ભાગી ગયો હતો.

હાથમાં ટિફિન લઈ કામ પર જવા નીકળેલા યુવકને રસ્તા જ મળ્યુ મોત

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ રોડ ક્રોસ કરતી વખતે બસની ટક્કરે આવી જતા બસે તેને કચરી નાખ્યો હતો. હાથમાં ટિફિન લઈને કામ પર જવા નીકળેલો યુવકના મોતના સમાચાર સાંભળી પરિવારના પણ હોંશ ઉડી ગયા હતા અને શોકમગ્ન બની ગયો હતો. મૃતક યુવકના હજુ 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તેમની પત્ની ગર્ભવતી છે. યુવક નોકરીએ જવા નીકળ્યો હતો અને રસ્તામાં મોતને ભેટ્યો હતો. ચાર ભાઈ-બહેનોમાં મૃતક કિશન ડાયમંડ ફેક્ટરીમાં નોકરી કરતો હતો.

સમગ્ર ઘટનાક્રમને પગલે ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને યુવકની ઓળખ વિધિ કરી તેમના પરિવારને જાણ કરી હતી તેમજ લાશનું પંચનામુ કરી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સુરતમાં સિટી બસ દ્વારા અકસ્માતની આ પ્રથમ ઘટના નથી, આ પહેલા પણ સિટી બસ દ્વારા અનેક અકસ્માતની ઘટના સામે આવી છે. મોતને પરવાનો મળી ગયો હોય તેમ સિટી બસના ડ્રાઈવરો એક બાદ એક અકસ્માતો કરતા રહે છે. પરંતુ મહાનગર પાલિકાના સત્તાધિશો દ્વારા બસ કંપનીના કોન્ટ્રાક્ટરો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને દર વર્ષે એમને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સુરતમાં વર્ષોથી લિંક સિટી બસ સર્વિસને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જેના નામે અકસ્માતોની વણઝાર બોલે છે. પરંતુ પાલિકાના સત્તાધિશોના પેટનુ પાણી પણ હલતુ નથી. બેફામ ચલાવતા સિટી બસના ડ્રાઈવરો સામે પણ કોઈ લગામ કસવામાં આવતી નથી.

Next Article